મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: મણિનગરથી ગાંધીનગર અક્ષરધામ સુધી AMTSની બસ દોડશે, જાણો ક્યારથી શરૂ થશે નવો રૂટ

AMTS દ્વારા ગાંધીનગર અક્ષરધામ સુધીનો નવો રૂટ શરૂ કરવામાં આવી રહ્યો છે. આવતીકાલથી આ નવો રૂટ શરૂ થશ

અમદાવાદ: મણિનગરથી ગાંધીનગર અક્ષરધામ સુધી AMTSની બસ દોડશે, જાણો ક્યારથી શરૂ થશે નવો રૂટ

AMTS દ્વારા ગાંધીનગર અક્ષરધામ સુધીનો નવો રૂટ શરૂ કરવામાં આવી રહ્યો છે. આવતીકાલથી આ નવો રૂટ શરૂ થશે. મણિનગરથી બસ ઉપડીને ગાંધીનગર અક્ષરધામ સુધી જશે. મણિનગર સ્વામીનારાયણ મંદિર, શાહીબાગ સ્વામિનારાયણ મંદિરને આ રૂટમાં આવરી લેવામાં આવશે.

ગાંધીનગરના લોકોને થશે ફાયદો

અમદાવાદથી જે લોકો ગાંધીનગર અક્ષરધામ સ્વામીનારાયણ મંદિર સુધી જવા માંગતા હોય તેવા લોકોને હવે ફાયદો થશે. AMTS દ્વારા શહેરનો વિકાસ દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે નવો રૂટ શરૂ કરવામાં આવી રહ્યો છે.મણિનગર સ્વામિનારાયણ મંદિરથી ગાંધીનગર અક્ષરધામ મંદિરના કરવા માંગતા ભક્તોને પણ સીધો ફાયદો થશે.

આ સમાચાર શેર કરો