Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : What was the reason behind the father's suicide after the murder of his daughter

સાવરકુંડલાના હાડીડામાં દીકરીની હત્યા બાદ પિતાના આપઘાત પાછળ શું હતું કારણ?, મૃતકની પત્નીનો ચોંકાવનારો ખુલાસો

Timeછેલ્લું અપડેટ : 25 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સાવરકુંડલાના હાડીડામાં દીકરીની હત્યા બાદ પિતાના આપઘાત પાછળ શું હતું કારણ?, મૃતકની પત્નીનો ચોંકાવનારો ખુલાસો
સોર્સ : gstv

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના હાડીડા ગામે થોડા દિવસો પૂર્વે 42 વર્ષીય કિશોર ધાનકે પોતાની 5 વર્ષની માસૂમ દીકરીની હત્યા કર્યા બાદ પોતે પણ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ચકચારી બનાવમાં હવે નવો વળાંક આવ્યો છે. ઘટનાસ્થળેથી મળેલી સુસાઈડ નોટના આધારે મૃતકની પત્નીએ મહુવા ખાતે રહેતા પતિના મિત્ર સામે 7.25 લાખ રૂપિયા પરત ન આપી આપઘાત માટે મજબૂર કર્યા હોવાની સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

App Store

માસૂમ દીકરીની હત્યા કરી મૃતદેહ ફ્રિજમાં મૂક્યો હતો

મળતી માહિતી અનુસાર, 16મી સપ્ટેમ્બર 2026ના રોજ હાડીડા ગામે અત્યંત આઘાતજનક ઘટના બની હતી. જેમાં આર્થિક ભીંસથી કંટાળીને કિશોર ધાનકે પોતાની 5 વર્ષની માસૂમ દીકરીના મોઢામાં ડૂચો આપી હત્યા કરી હતી. ત્યારબાદ બાળકીના મૃતદેહને શણગારી, ફૂલ ચડાવી અને ચૂંદડી ઓઢાડીને ઘરના ફ્રિજમાં મૂકી દીધો હતો. બાદમાં કિશોર ધાનકે પણ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાસ્થળેથી પોલીસને ત્રણ સુસાઈડ નોટ મળી આવી હતી, જેમાં મહુવામાં બાંધકામના રોકાણના નાણાં ફસાઈ જવાનો ઉલ્લેખ હતો.

પગારની બચત, લોન અને સોનું ગીરવે મૂકી 7.25 લાખ આપ્યા હતા

આ અંગે મૃતકના પત્ની મંજુલાબહેન ધાનકે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, મહુવા ખાતે રહેતા કિશોર ધાનકના મિત્રએ પોતાના બાંધકામની સાઈટ પર મૃતકને નોકરીએ રાખ્યા હતા. ત્યારબાદ વિશ્વાસમાં લઈને મૃતકના પગારની બચત, પર્સનલ લોન તેમજ સોનાની બુટ્ટી ગીરવે મૂકીને એકત્ર કરેલા કુલ 7.25 લાખ રૂપિયા પોતાની સાઈટમાં રોકાણ કરાવ્યા હતા. કિશોર ધાણકે અવારનવાર નાણાં પરત માંગવા છતાં મિત્ર પૈસા આપતો ન હતો.

પોલીસે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

નાણાં ફસાઈ જતાં ભારે આર્થિક સંકડામણ અને માનસિક તણાવમાં આવી ગયેલા કિશોર ધાનકે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. આ મામલે સાવરકુંડલા રૂરલ પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 108 (આપઘાત માટે દુષ્પ્રેરણા) હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.