મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમરેલી આંતરિક રાજકારણનું એપીસેન્ટર: પાટીદાર નેતાઓ એક મંચ પર, સંઘાણીના સન્માનમાં શક્તિ પ્રદર્શન

IFFCOની ચૂંટણીના પગલે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સામે ભાજપના જ કેટલાક

અમરેલી આંતરિક રાજકારણનું એપીસેન્ટર: પાટીદાર નેતાઓ એક મંચ પર, સંઘાણીના સન્માનમાં શક્તિ પ્રદર્શન

IFFCOની ચૂંટણીના પગલે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સામે ભાજપના જ કેટલાક પાટીદાર નેતાઓની ધરી રચાઈ રહ્યાના નિર્દેશો અમરેલીથી સાંપડ્યા છે. સહકારી ક્ષેત્રે મેન્ડેટ અપાતી અને ઉમેદવારની પસંદગી કરતી પક્ષની નેતાગીરી સામે અવાજ ઉઠાવનાર રાદડીયા, સંઘાણીને ગત રોજ જન્મદિવસની સભાના નામ પર મુક સમર્થન અપાયની ચર્ચા જાગી છે.

પક્ષના નેતાઓનું પરોક્ષ રીતે સમર્થન

ભાજપના મેન્ડેટની વિરુદ્ધ જયેશ રાદડીયાએ વટથી IFFCOના ડાયરેક્ટરની ચૂંટણી જીતીને બતાવી. દિલિપ સંઘાણીએ એજ સમયે પ્રદેશ ભાજપ પ્રમુખના ઈલુ-ઈલુનો ખુલ્લે જવાબ આપી દીધા બાદ આ બન્ને નેતા સામે શિસ્તભંગની કોઈ મજબૂત માંગ પક્ષમાંથી થઈ નથી, પરંતુ બન્નેને પક્ષના નેતાઓનું  પરોક્ષ રીતે સમર્થન મળી રહ્યું છે.

સન્માન સભામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે કહ્યું કે આ શક્તિપ્રદર્શન નથી

 ગઈકાલે અમરેલીમાં યોજાયેલ સંઘાણીની સન્માન સભામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે કહ્યું કે આ શક્તિપ્રદર્શન નથી. જયેશ રાદડીયા પણ હાજર રહ્યા હતા. ભાજપે પસંદ કરેલા અમરેલીના ઉમેદાવર સુતરીયા સામે ખુલ્લો વિરોધ કરનાર અને આ પસંદગીના કારણે લીડ ઘટશે તેમ કહેનાર સાંસદ નારણ કાછડીયા પણ હાજર હતા. રાજકોટથી ચૂંટણી લડવાર પરશોત્તમ રૂપાલા અને ડો. કાનાબાર તેમજ અન્ય પાટીદાર નેતાઓ અચૂક હાજર રહ્યા હતા.

અંબરીશ ડેર, જે.વી.કાકડીયા સહિતના નેતાઓ રહ્યા ગેરહાજર

ખોડલધામના પૂર્વ ટ્રસ્ટી અને હાલ રાજકોટના ધારાસભ્ય રમેશ ટીલાળાએ કહ્યું કે જયેશ રાદડીયાએ કશું ખોટું કર્યું નથી. તો બીજી તરફ કોંગ્રેસમાંથી પક્ષપલ્ટો કરીને ભાજપમાં આવેલા અંબરીશ ડેર, જે.વી.કાકડીયા, અમરેલી બેઠકના હાલના ઉમેદવાર સહિતના નેતાઓની ગેરહાજરી પણ સૂચક ગણાઈ રહી હતી. એક સમયે સૌરષ્ટ્રના રાજકારણનું એપીસેન્ટર વિજય રૂપાણીના સમયમાં રાજકોટ રહ્યું છે, અને હવે આ સેન્ટર અમરેલી બની રહ્યું છે. 

આ સમાચાર શેર કરો