VIDEO: સાવરકુંડલામાં LPG ગેસ એજન્સી બહાર લાંબી લાઈન, ઓનલાઈન રજિસ્ટ્રેશનનો મેસેજ ન આવતા ગ્રાહકો પરેશાન
સોર્સ : GSTV
અમરેલીના સાવરકુંડલામાં ગેસ સિલિન્ડરના રજિસ્ટ્રેશન માટે ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સાવરકુંડલાના દેવળાગેટ વિસ્તારમાં આવેલી ઇન્ડેન ગેસ એજન્સી ખાતે વહેલી સવારથી જ ગેસ ધારકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. ઓનલાઈન રજિસ્ટ્રેશનનો મેસેજ ન આવતા ગ્રાહકો ભારે પરેશાન થયા છે. ધોમધખતા તાપમાં લોકો લાઈનોમાં ઉભા રહેવા મજબૂર છે. ડિજિટલ ઇન્ડિયાની વાતો કરતી સરકાર સામે LPG ગેસના ગ્રાહકોમાં ભારે રોષની લાગણી વ્યાપી છે.

