Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : Amreli Rain: Thunderstorms in Amreli district on Janmashtami eve, farmers feel happy

Amreli Rain: જન્માષ્ટમી પર્વે અમરેલી જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ, ખેડૂતોમાં આનંદની લાગણી

Timeછેલ્લું અપડેટ : 16 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Amreli Rain: જન્માષ્ટમી પર્વે અમરેલી જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ, ખેડૂતોમાં આનંદની લાગણી
સોર્સ : GSTV

Amreli Rain : લાંબા વિરામ બાદ અમરેલી જિલ્લામાં મેઘરાજાનું પુનરાગમન થયું છે. જન્માષ્ટમીના પાવન પર્વ પર જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. વહેલી સવારથી જ ભારે ઉકળાટ અને બફારા બાદ બપોરથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થતા ધરતીપુત્રોમાં આનંદ છવાયો છે. તો બીજી તરફ ધારીના માધુપુર ચોકડી પાસે પાણીના પ્રવાહમાં બાઇક ચાલક તણાયો હતો. જોકે સદનસીબે સ્થાનિકો અને અન્ય વાહનચાલકોની મદદથી તેને બચાવી લેવામાં આવ્યો હતો.

App Store

અમરેલી જિલ્લામાં મેઘમહેર: જન્માષ્ટમી પર્વે ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ, બાઇક ચાલક તણાયો 5 - image

વડિયા અને બગસરા પંથકમાં ધોધમાર વરસાદ

વડિયા અને બગસરા પંથકમાં ભારે વરસાદ થયો છે. વડિયા શહેરમાં વરસાદને કારણે શેરીઓમાં પાણી વહેતા થયા છે. વડિયા, કુકાવાવ સહિતના ગામોમાં પણ સારો વરસાદ નોંધાયો છે. તેવી જ રીતે બગસરા શહેરમાં પણ ધોધમાર વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. લુઘીયા, ચુડાવડ, સાપર, મુજીયાસર જેવા ગામોમાં પણ સારો વરસાદ થતા ખેડૂતો ખુશ થયા છે.

અમરેલી જિલ્લામાં મેઘમહેર: જન્માષ્ટમી પર્વે ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ, બાઇક ચાલક તણાયો 2 - image

લાઠી અને બાબરામાં પણ મેઘમહેર

લાઠી પંથકમાં ધીમી ધારે શરૂ થયેલા વરસાદે જોર પકડ્યું હતું. લાઠી શહેર, દામનગર, રામપર, તાજપર, ભુરખીયા જેવા ગામોમાં પણ સારો વરસાદ થયો છે. બીજી તરફ, બાબરામાં એક દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે. નીલવડા, દરેડ, બરવાળા, ખાખરિયા, જામબરવાળા, ગલકોટડી, માધુપુર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. શહેરમાં સારો વરસાદ પડતાં બજારોમાં પાણી ફરી વળ્યાં હતાં.

અમરેલી જિલ્લામાં મેઘમહેર: જન્માષ્ટમી પર્વે ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ, બાઇક ચાલક તણાયો 3 - image

 ખેડૂતોમાં ખુશીનો માહોલ

આ વરસાદથી ખેતરોમાં ઉભા પાકને ફાયદો થશે. સારા વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ધરતીપુત્રોએ આ વરસાદને 'અમૃત' સમાન ગણાવ્યો છે. સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જામી ગયો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.