અમરેલી: ધારીમાંથી ડિગ્રી વગરનો નકલી ડોક્ટર રંગે હાથ ઝડપાયો, સંખ્યાબંધ દર્દીઓની કરી નાખી છે સારવાર
રાજ્યમાંથી વધુ એક નકલી ડોક્ટર ઝડપાયો છે. મળતા અહેવાલ પ્રમાણે અમરેલીના ધારીમાંથી ડિગ્રી

રાજ્યમાંથી વધુ એક નકલી ડોક્ટર ઝડપાયો છે. મળતા અહેવાલ પ્રમાણે અમરેલીના ધારીમાંથી ડિગ્રી વગરનો નકલી ડોક્ટર ઝડપાયો છે. ધારીના ગોવિંદપુર ગામે આ શખ્સ ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો હતો.
અમરેલી SOGને બોગસ ડોક્ટર અંગે બાતમી મળી
અમરેલી SOGને બોગસ ડોક્ટર અંગે બાતમી મળી હતી. આ બાતમીના આધારે શખ્સને દબોચ્યો હતો. શખ્સ પાસેથી કોઈપણ ડિગ્રી મળી આવી નહોંતી, અને દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હતો.
આ પણ વાંચો: લ્યો બોલો! ગર્ભવતી મહિલાને બહેનપણી સાથે પ્રેમ થતા ભાગી ગઇ, પતિ ગુજરાત હાઈકોર્ટના શરણે
અમરેલી SOGએ આ શખ્સને રંગે હાથ ઝડપી પાડ્યો
અમરેલી SOGએ આ શખ્સને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. છેલા ઘણા સમયથી ગીર ગ્રામ્ય વિસ્તારના લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરીને દવાઓ આપતો હતો. આ શખ્સની ઓળખ ભાર્ગવ રાજુભાઇ ડાભી તરીકે થઈ છે. શખ્સને લોકો બાબરીયા સાહેબ તરીકે ઓળખતા હતા. તબીબની પોલીસ ઝીંણવટપૂર્ક તપાસ કરી રહી છે.






