મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

લોકસભા ચૂંટણી-2024: અમરેલી અને ભાવનગરના ઉમેદવારોનું ફોર્મ થયું મંજૂર, હાઈવોલ્ટેજ ડ્રામાનો આવ્યો અંત

ગુજરાતમાં અમરેલી અને ભાવનગરમાં ઉંમેદવારી ફોર્મ મામલે થયેલા હાઈવોલ્ટેજ ડ્રામાનો અંત આવ્યો છે. મળતા અહેવાલ પ્રમા

લોકસભા ચૂંટણી-2024: અમરેલી અને ભાવનગરના ઉમેદવારોનું ફોર્મ થયું મંજૂર, હાઈવોલ્ટેજ ડ્રામાનો આવ્યો અંત

ગુજરાતમાં અમરેલી અને ભાવનગરમાં ઉંમેદવારી ફોર્મ મામલે થયેલા હાઈવોલ્ટેજ ડ્રામાનો અંત આવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે અમરેલી કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરનું ફોર્મ મંજૂર થયું છે.જેની ઠુમ્મરના સોગંદનામા મુદ્દે ભાજપે વાંધો રજૂ કર્યો હતો.

કોંગ્રેસ અને ભાજપના હાઈકોર્ટના વકીલો દ્વારા ચૂંટણી અધિકારીને દલીલો કરી હતી, બન્ને પક્ષની દલીલો ચૂંટણી અધિકારી કલેક્ટરે સાંભળી હતી. અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત, વીરજી ઠુમ્મર સહિત વકીલની ટીમ અને ભાજપ લીગલ સેલની ટીમ પણ કલેક્ટર કચેરી પહોંચી હતી.

ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર

ભાવનગરના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર કરવામાં આવ્યું છે. કલેક્ટર કચેરી ખાતે એક કલાકથી વધુ સમયની સુનવણી બાદ ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર કરવામાં આવ્યુ હતું. ઉમેશ મકવાણા ઈન્ડીયા ગઠબંધનના ભાવનગર લોકસભા સીટ પર ઉમેદવાર છે.શૈક્ષણિક લાયકાત સહિત ત્રણ મુદ્દાને લઈ ભાજપે વાંધો ઉઠાવ્યો હતો.જેને લઈ કલેક્ટર કચેરી ખાતે એક કલાક સુનાવણી ચાલી હતી અને ત્યારબાદ ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર કરવામાં આવ્યું છે.

ભાવનગરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર કરવામાં આવ્યું છે. ભાવનગરમાં કોંગ્રેસ-AAP INDIA ગઠબંધન હેઠળ ચૂંટણી લડી રહી છે.

આ સમાચાર શેર કરો