અમરેલી: ખાંભાના પચપચીયા ગામમાં દીપડાએ 10 વર્ષના બાળકને ફાડી ખાધો, માસૂમના અવશેષો મળ્યા
અમરેલીના ખાંભાના પચપચીયા ગામમાં દીપડાનો આતંક જોવા મળ્યો છે. મળતા અહેવાલ

અમરેલીના ખાંભાના પચપચીયા ગામમાં દીપડાનો આતંક જોવા મળ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે ગામની સીમમાં મોડી રાત્રે 10 વર્ષના બાળકને દીપડાએ ફાડી ખાધાની ઘટના સામે આવી છે.
10 વર્ષના બાળકને દીપડાએ ફાડી ખાધો
પચપચીયા ગામના વાડીના ખેતરમાં પરિવાર સાથે ખુલ્લામાં સૂતેલા બાળકને દીપડો ઉઠાવી ગયો હતો. વ્હાલસોયું અકાળે મોત નિપજતા સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
આ પણ વાંચો: AUDI કાર કેસ મામલે હાઈકોર્ટે રાજકોટ પોલીસની કાઢી ઝાટકણી, P.I. અને કોન્સ્ટેબલ વિરુદ્ધ કાર્યવાહીનો આદેશ
બાળકના શરીરના હાથ પગ સહિત અવશેષો મળી આવ્યા
શોધખોળ કરતા વન વિભાગને બાળકના શરીરના હાથ પગ સહિત અવશેષો મળી આવ્યા હતા. બાળકના મૃતદેહને પીએમ અર્થ ખાંભાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો છે. દીપડાના હુમાલા અહેવાલ બાદ ગ્રામજનોમાં ડરનો માહોલ ઉભો થયો છે. વન વિભાગના અધિકારીઓ પણ દીપડાનું લોકેશન શોધીને પાંજરે પૂરવાની કામગારી હાથ ધરી છે.






