AUDI કાર કેસ મામલે હાઈકોર્ટે રાજકોટ પોલીસની કાઢી ઝાટકણી, P.I. અને કોન્સ્ટેબલ વિરુદ્ધ કાર્યવાહીનો આદેશ
ગુજરાત હાઈકોર્ટે AUDI કાર ચકચારી કેસમાં રાજકોટ પોલીસની ઝાટકણી કાઢી હતી. EOWના તત્કાલીન P.I જે.એમ.કૈલા સામે દાખલાર

ગુજરાત હાઈકોર્ટે AUDI કાર ચકચારી કેસમાં રાજકોટ પોલીસની ઝાટકણી કાઢી હતી. EOWના તત્કાલીન P.I જે.એમ.કૈલા સામે દાખલારૂપ કાર્યવાહી કરવા હાઇકોર્ટે આદેશ કર્યો છે. વેપારીને અરજીના કામે બોલાવી તેની વિરુદ્ધ ગુનો દાખલ થશે તેમ કહી કિંમતી કાર અરજદારને પરત અપાવી હવાલો લીધો હતો.
હાઇકોર્ટ ડીસીબી પોલીસ સ્ટેશનના સીસીટીવી મંગાવ્યા
હાઇકોર્ટ ડીસીબી પોલીસ સ્ટેશનના સીસીટીવી મંગાવ્યા હતા. પરંતુ ડીસીપીએ રિપોર્ટ કર્યો કે ડીસીબી પોલીસ સ્ટેશનમાં સીસીટીવી જ નથી. તો બીજી તરફ પોલીસ ઈન્સેપક્ટર અને કોન્સ્ટેબલ વિરુદ્ઘ કાર્યવાહીના આદેશના અહેવાલ સાંભળીને રાજકોટ પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.
આ પણ વાંચો:VIDEO: ઓખા જેટી પર મોટી દુર્ઘટના, ક્રેઇન તૂટી પડતા ત્રણ કામદારોના મોત
પીઆઇ અને કોન્સ્ટેબલ સામે કાર્યવાહી કરવા હાઈકોર્ટે આદેશ કર્યો
લોકોમાં કડક સંદેશ જાય તે માટે પીઆઇ અને કોન્સ્ટેબલ સામે કાર્યવાહી કરવા હાઈકોર્ટે આદેશ કર્યો છે. હાલ પીઆઇ જે.એમ.કૈલાને લીવ રિઝર્વમાં મૂકી દેવામાં આવ્યા છે.






