Ahmedabad news: અમિત શાહ ફરી ગુજરાત આવશે, ભાવનગરમાં સંબોધશે જાહેર સભા
કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ ફરી એક વાર ગુજરાતની મુલાકાતે આવશ

કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ ફરી એક વાર ગુજરાતની મુલાકાતે આવશે. બે દિવસીય પ્રવાસ દરમયાન અમિત શાહ ભાવનગરની મુલાકાત લેશે, ત્યારબાદ તેઓ તેમના લોકસભા વિસ્તારમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુર્હુત કરશે.
ભાવનગર ખાતે જાહેર સભાને સંબોધશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાત આવશે. આગામી 20 અને 21 બે દિવસ ગૃહમંત્રી અમિત શાહ રાજ્યના પ્રવાસે છે. તારીખ 20 નવેમ્બરના રોજ ભાવનગર ખાતે તેઓ જિલ્લા ભાજપ કાર્યાલયનું લોકાર્પણ કરશે, ત્યારબાદ ભાવનગર ખાતે નારી ચાર રસ્તા પાસે જાહેર સભાને સંબોધન કરશે. આ સાથે તેમના લોકસભા વિસ્તારમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુર્હુતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.




