મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : અમિત શાહ આજથી ગુજરાત પ્રવાસે

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગુજરાતના બે દિવસીય પ્રવાસે ગાંધીનગર આવી પહોંચ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગુજરાતના બે દિવસીય પ્રવાસે ગાંધીનગર આવી પહોંચ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ કરોડો રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોની નાગરિકોને ભેટ આપશે તેમજ સંગઠન અને વહીવટી તંત્ર સાથે મહત્વની સમીક્ષાત્મક બેઠકો યોજી ચિંતન કરશે.  શાહના હસ્તે ભારતની સૌપ્રથમ ડ્રાઈવરની માલિકી ધરાવતી સહકારી ટેક્સી સેવા "ભારત ટેક્ષી"નો ગુજરાતમાં ભવ્ય શુભારંભ કરાવવામાં આવશે. સહકારિતા ક્ષેત્રે ટેક્સી ચાલકોના ઉત્થાન માટે આ એક ક્રાંતિકારી પગલું માનવામાં આવી રહ્યું છે.ત્યારબાદ બપોરે 12.45 કલાકે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય મંત્રીની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની ડિસ્ટ્રિકટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમીટીની મહત્વની બેઠક યોજાશે, જેમાં સરકારી યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરાશે.બપોર બાદ અમિત શાહ અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા સર્કિટ હાઉસ એનેક્ષી ખાતે પહોંચશે. અહીં તેઓ ‘ગાંધીનગર લોકસભા - હરીયાળી લોકસભા’ અભિયાન અંતર્ગત હાથ ધરાયેલા "સામુહિક વૃક્ષારોપણ" ની કામગીરી અંગે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક કરશે અને અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશો આપશે.ત્યારબાદ સાંજે 6.30 કલાકે સાબરમતી વિધાનસભા વિસ્તારના રાણીપ અને સાબરમતી વોર્ડના નાગરિકોની સમસ્યાઓ સાંભળવા માટે રાણીપમાં જીએસટી ક્રોસિંગ પાસે આવેલી શ્રી સ્વામિનારાયણ ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે એક ભવ્ય ‘લોકદરબાર’ યોજાશે, જેમાં ગૃહમંત્રી જનતાની વચ્ચે ઉપસ્થિત રહેશે.

આ સમાચાર શેર કરો