VIDEO : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 26 અને 27 જૂને ગુજરાતના પ્રવાસે
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ફરીવાર ગુજરાતના પ્રવાસે આવશે. આગામી 26 અને 27 જૂને


કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ફરીવાર ગુજરાતના પ્રવાસે આવશે. આગામી 26 અને 27 જૂને બે દિવસ અમદાવાદ-ગાંધીનગરમાં તેઓ અલગ-અલગ કાર્યક્રમોમાં હાજરી આપશે. અમિત શાહ અમદાવાદ-ગાંધીનગરમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લેશે. આ સાથે જ અલગ અલગ વિકાસ કાર્યોના કરોડો રૂપિયાના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. રાણીપમાં આ મુખ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અમિત શાહના આ પ્રવાસને લઈને ભાજપ કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.




