મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

"હું, નરેન્દ્ર ભાઇ અને દિલીપ ભાઇ સુગર મિલમાં રાત રોકાયા એ પછી બંધ થઇ ગઇ', કોડીનારમાં બોલ્યા અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ કોડીનાર-તાલાલાની મુલાકાતે છે. અમિત શાહે કોડીનાર

"હું, નરેન્દ્ર ભાઇ અને દિલીપ ભાઇ સુગર મિલમાં રાત રોકાયા એ પછી બંધ થઇ ગઇ', કોડીનારમાં બોલ્યા અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ કોડીનાર-તાલાલાની મુલાકાતે છે. અમિત શાહે કોડીનારમાં સુગર મિલના ઉદ્દઘાટન પ્રસંગે જૂની વાતોને વાગોળી હતી.

અમિત શાહે જૂની વાતોને યાદ કરી

અમિત શાહે કહ્યું કે, 'કોડીનાર સુગર મિલની અંદર 2002માં ગુજરાત ગૌરવ યાત્રા લઇને નરેન્દ્ર મોદી આવ્યા ત્યારે હું, નરેન્દ્ર મોદી અને દિલીપભાઇ આખી રાત આ સુગર મિલમાં રોકાયા હતા અને પછી સુગર મિલ બંધ થઇ ગઇ.વધુમાં અમિત શાહે કહ્યું કે, જેટલીવાર હું કોડીનાર આવું છું ત્યારે કોડીનારના ખેડૂતો પકડે કે આનું કંઇક કરો, નરેન્દ્ર મોદીએ પણ વચન આપ્યું અને ભાજપના કાર્યકર્તાઓએ વચન આપેલું અને મોદી સાહેબનું વચન એટલે પથ્થર પરની લકીર. આજે મોદી સાહેબનું વચન પુરૂ થવા જઇ રહ્યું છે.'

કોડીનાર પ્રવાસ પહેલા અમિત શાહે સોમનાથ મંદિરના દર્શન કર્યા હતા. 

આ સમાચાર શેર કરો