મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બનાસકાંઠા: ચાંદીપુરા વાયરસના કહેર વચ્ચે પુનાની તપાસ ટીમના પાલનપુરમાં ધામા

બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત રહેવા પામ્યો છે. ત્યારે આજે પુનાથ

બનાસકાંઠા: ચાંદીપુરા વાયરસના કહેર વચ્ચે પુનાની તપાસ ટીમના પાલનપુરમાં ધામા

બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત રહેવા પામ્યો છે. ત્યારે આજે પુનાથી વાયરોલોજી વિશેષજ્ઞઓ સાથેની એક ટીમ પાલનપુર આવી હતી. જેમાં પાલનપુરમાં શંકાસ્પદ લક્ષણો ધરાવતા બાળકના મોત મામલે સ્થળ તપાસ હાથ ધરી છે .

ચાંદીપુરા વાયરસને લઈ તંત્ર એકશનમાં આવી ગયું છે. જોકે અત્યાર સુધી બનાસકાંઠામાં ચાંદીપુરાના છ શંકાસ્પદ કેસો બહાર આવ્યા છે. જે પૈકીના એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે આ તમામ બાબતો વચ્ચે આજે પુનાથી કેન્દ્ર સરકારની સૂચનાથી ટીમ પાલનપુર ખાતે પહોંચી છે. પાલનપુર ખાતે એક બાળકનું શંકાસ્પદ લક્ષણ સાથે સારવાર દરમિયાન મોત થયું હતું. 

રોગગ્રસ્ત વિસ્તારોમાં મેડિકલ કેમ્પો શરુ કરાયા

ચાંદીપુરા વાયરસના કારણે બાળકના મોત બાદ પાલનપુર નગરપાલિકાની ટીમ પણ કામે લાગી ગઈ છે અને વિસ્તારમાં સાફ-સફાઈ સહિતના મુદ્દાઓ ઉપર ગંભીરતા દાખવવામાં આવી રહી છે. આ વિસ્તારમાં સમયસર સાફ સફાઈ થાય અને સ્વચ્છતા જળવાઈ રહે તે દિશામાં કામગીરી શરૂ કરાઈ છે.  શક્તિનગર વિસ્તારમાં દવાનો પણ છંટકાવ કરાયો હતો. રોગગ્રસ્ત વિસ્તારોમાં મેડિકલ કેમ્પો શરુ કરાયા છે. જે નાના બાળકોને શરદી, ખાંસી, તાવ, સહિતની બીમારી છે. તેવા બાળકોની ખાસ તકેદારી લઈ તેમના આરોગ્યની ચકાસણી અને તેમના સેમ્પલો લેવાની પણ આરોગ્ય વિભાગે તાત્કાલિક અસરથી કામગીરી શરૂ કરી છે. આવા વિસ્તારમાં મેડિકલ કેમ્પો પણ શરૂ કરાયા છે. પાલનપુરના ધારાસભ્ય સહિત અધિકારીઓએ આ દિશામાં ગંભીરતા સાથે કામ કરવાના પણ સૂચનો કર્યા છે. જિલ્લા સર્વેલન્સની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી.

બનાસકાંઠામાં ચાંદીપુરા વાયરસથી અત્યાર સુધી ત્રણ બાળકોના મોત 

બનાસકાંઠામાં ચાંદીપુરા વાયરસથી અત્યાર સુધી ત્રણ બાળકોના મોત બાદ રાજ્ય સરકાર સાથે કેન્દ્ર સરકાર પણ સફાળી જાગી છે. કેન્દ્ર સરકારના આદેશથી પુનાની ટીમે પાલનપુરમાં ધામા નાખ્યા છે. ત્યારે વધતા જતા ચાંદીપુરા રોગના વાવડથી શહેરો અને ગામડાઓમાં આ રોગનો ભય ફેલાયો છે.

આ સમાચાર શેર કરો