મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

AMCનું કડક વલણ: BRTS કોરિડોરમાં ઘૂસનારા 184 વાહનચાલકો ઝપેટમાં

અમદાવાદમાં BRTS ટ્રેકમાં ખાનગી વાહનોના ગેરકાયદે પ્રવેશને રોકવા માટે અમદાવાદ મહાનગરપાલિકા (A

AMCનું કડક વલણ: BRTS કોરિડોરમાં ઘૂસનારા 184 વાહનચાલકો ઝપેટમાં

અમદાવાદમાં BRTS ટ્રેકમાં ખાનગી વાહનોના ગેરકાયદે પ્રવેશને રોકવા માટે અમદાવાદ મહાનગરપાલિકા (AMC) અને ટ્રાફિક પોલીસે કડક વલણ અપનાવ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી ચલાવવામાં આવી રહેલી વિશેષ ડ્રાઇવ હેઠળ, નિયમ તોડનારા વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરીને દંડ ફટકારવામાં આવ્યા છે. 13થી 18 નવેમ્બર દરમિયાન 184 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી અને 281500 રુપિયાના મેમા આપવામાં આવ્યા છે. BRTS ટ્રેકમાં ખાનગી વાહનોને કારણે અકસ્માત પણ થાય છે. વાહન ચાલકનું કહેવું છે કે BRTS ટ્રેકમાં વાહન ચલાવવા પર પ્રતિબંધ હોવાની તેઓને જાણ છે છતાં ઉતાવળને કારણે ટ્રેકમાં વાહન ચલાવે છે. હાલ પૂર્વ વિસ્તારમાં ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે આગામી દિવસોમાં પશ્ચિમ વિસ્તારમાં પણ ડ્રાઇવ શરૂ કરવામાં આવશે. પ્રતિદિન જુદા જુદા વિસ્તારોમાં ડ્રાઇવ કરવામાં આવે છે

આ સમાચાર શેર કરો