મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: AMCના ગાર્ડન વિભાગે બે એજન્સીઓને કરોડોનો કોન્ટ્રાક્ટ આપતા વિવાદ, વિપક્ષે સત્તાધીશો પર લગાવ્યા ભ્રષ્ટાચારના આરોપ

રાજ્યના અમદાવાદમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે.

રાજ્યના અમદાવાદમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે.  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બગીચા ખાતામાં ફરી એકવાર વિવાદ સામે આવ્યો છે. અગાઉ ટ્રેક્ટર-ટ્રોલી કોન્ટ્રાક્ટ મુદ્દે હોબાળો થયો હતો, ત્યારબાદ હવે શહેરના વિવિધ બગીચાઓમાં રમતગમત અને ઓપન જીમના સાધનો મૂકવાના કામને લઈને વિવાદ ઊભો થયો છે.

101 ગાર્ડનમાં  સાધનો માટે 10 કરોડની મંજૂરી

મળતા અહેવાલ પ્રમાણે  શહેરના કુલ 101 ગાર્ડનમાં રમતગમત, ઓપન જીમ અને દિવ્યાંગો માટેના સાધનો માટે રૂ. 10 કરોડની દરખાસ્તને રીક્રિએશન એન્ડ કલ્ચરલ કમિટીએ મંજૂરી આપી છે. આ મામલે વિપક્ષે આકરા પ્રહારો કર્યા છે.

વિપક્ષના ગંભીર આરોપ

આ કામ માત્ર બે કોન્ટ્રાક્ટર એજન્સીઓને સોંપવામાં આવતાં મિલીભગતના આક્ષેપો થયા છે. વિપક્ષે પણ પ્રશ્નો ઊભા કર્યા છે અને ગાર્ડન ખાતાના અધિકારીઓ પર જાહેર નાણાંના દુરુપયોગનો આરોપ લગાવ્યો છે.

આ સમાચાર શેર કરો