મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: AMC ના કચરાના ડમ્પરે વધુ એક બાઈકચાલકને કચડ્યો, યુવકનું મોત

અમદાવાદમાં દિન પ્રતિદિન અકસ્માતના બનાવો વધી રહ્યા છે, ત્યારે આજ રોજ નારોલના શાહવાડીમાં AMCના ડમ્પર ચાલકે બાઇકચાલક

Ahmedabad news: AMC ના કચરાના ડમ્પરે વધુ એક બાઈકચાલકને કચડ્યો, યુવકનું મોત

અમદાવાદમાં દિન પ્રતિદિન અકસ્માતના બનાવો વધી રહ્યા છે, ત્યારે આજ રોજ નારોલના શાહવાડીમાં AMCના ડમ્પર ચાલકે બાઇકચાલકને ટક્કર મારતા યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. 

શહેરમાં બેફામ દોડી રહેલી AMC ની કચરાની ગાડીઓ નિર્દોષ લોકોનો ભોગ લઇ રહી છે. તાજેતરમાં જમાલપુર વિસ્તારમાં પણ AMC ની કચરાની ગાડીએ એક વૃદ્ધને અડફેટે લીધા હતા, ત્યારે હવે નારોલના શાહવાડી વિસ્તારમાં બેફામ દોડી રહેલા એક કચરાના ડમ્પરે બાઈકચાલકને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ અરેરાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિકોએ જ ડમ્પર ચાલકને પકડી પાડ્યો હતો. નારોલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. 

આ સમાચાર શેર કરો