Ahmedabad news: અમદાવાદ ફાયર વિભાગ માટે બે કરોડના ખર્ચે ડીપ ટ્રેકર AMC વસાવશે, જાણો શું છે તેની કામગીરી
૨૦૦ મીટર ઉંડા પાણીમાં રેસ્કયૂ કામગીરી કરી શકાય એ માટે રુપિયા બે કરોડના ખર્

૨૦૦ મીટર ઉંડા પાણીમાં રેસ્કયૂ કામગીરી કરી શકાય એ માટે રુપિયા બે કરોડના ખર્ચથી ફાયર વિભાગ માટે બે ડીપ ટ્રેકર એટલે કે અંડર વોટર રીમોટલી ઓપરેટેડ વ્હીકલ રોબટ વસાવાશે. આ માટે મંજુરી માંગતી દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મુકાઈ છે.રાત્રિના અંધકારમા પણ રોબટ રેસ્કયૂ કામગીરી કરવા સક્ષમ છે. ઉપરાંત નાશ પામેલા હથિયારો પણ શોધી શકાશે.
૧૮ ટકા જી.એસ.ટી.ચૂકવવા સાથે ફાયર વિભાગ માટે બે ડીપ ટ્રેકર ખરીદાશે
અમદાવાદ ફાયર વિભાગ માટે ત્રણ ડીપ ટ્રેકર ખરીદ કરવા ટેન્ડર પ્રક્રીયા કરાઈ હતી.આ માટે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા વર્ષ-૨૦૨૫-૨૬ના વાર્ષિક અંદાજપત્રમાં ઝીરો બજેટમાંથી આ ડીપ ટ્રેકર ખરીદવા ઠરાવ કરાયો હતો.અમિક્ષ કોર્પોરેશન દ્વારા પ્રતિ નંગ રુપિયા ૮૩.૨૮ લાખ ઉપરાંત જી.એસ.ટી.ના ખર્ચથી બે ડીપ ટ્રેકર આપવા નેગોશીએશન કરાતા હાલના તબકકે રુપિયા ૧.૬૬ કરોડ ઉપરાંત ૧૮ ટકા જી.એસ.ટી.ચૂકવવા સાથે ફાયર વિભાગ માટે બે ડીપ ટ્રેકર ખરીદાશે.
અંડર વોટર રીમોટલી ઓપરેટેડ વ્હીકલ રોબટ વસાવાશે
અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રણ વર્ષ પહેલા અમદાવાદ ફાયર વિભાગને ભેટમા મળેલા રોબટમાં મણિનગર ફાયર સ્ટેશન ખાતે સ્પાર્ક થતા ધડાકાભેર ફાટતા દિપક પરમાર નામના ફાયરમેનને ઈજા થતા તેને સારવાર માટે એલ.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા. ફાયર વિભાગને આધુનિક સામગ્રી અપાયા પછી પુરતી તાલિમના અભાવે આ પ્રકારના બનાવ બને છે.






