મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ખાડાનગરી અમદાવાદમાં 44 ભુવાને ઠીક-ઠાક કરવા પાછળ AMCએ કર્યો કરોડોનો ખર્ચ

અમદાવાદમાં છેલ્લા કેટલાક વર્ષથી ચોમાસાના સમય સિવાય પણ રોડ પર અલગ અલગ કારણથી ભુવા પડી રહ્યા છે. સ્માર્ટસીટી મ્યુનિસિપલ કોર્પો

ખાડાનગરી અમદાવાદમાં 44 ભુવાને ઠીક-ઠાક કરવા પાછળ AMCએ કર્યો કરોડોનો ખર્ચ

અમદાવાદમાં છેલ્લા કેટલાક વર્ષથી ચોમાસાના સમય સિવાય પણ રોડ પર અલગ અલગ કારણથી ભુવા પડી રહ્યા છે. સ્માર્ટસીટી મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટીતંત્ર ભુવા શબ્દનો ઉપયોગ કરવા બદલે બ્રેકડાઉન શબ્દનો ઉપયોગ કરે છે. વિવિધ વિસ્તારના રોડ પર ભુવા મશીનહોલ, ડ્રેનેજલાઈન અથવા આર.સી.સી ડક્ટમાં ભંગાણ થવાથી પડતા હોવાનું કારણ મહદઅંશે વહીવટીતંત્ર તરફથી આગળ કરવામાં આવી રહ્યું છે.

આ વર્ષે શહેરમાં ઝોન મુજબ ક્યાં-કેટલા ભુવા પડ્યા?

ઝોન ભુવાની સંખ્યા
મધ્ય 03
ઉત્તર 12
દક્ષિણ 07
પૂર્વ 06
પશ્ચિમ  11
દ.પ. 04
ઉ.પ. 01

અસરવા બ્રિજ નીચે રેલ્વેની જગ્યામાં બુલેટટ્રેનની કામગીરીને કારણે લાઈનમાં ભંગાણ પડ્યું હતું, જેનું રેલ્વે દ્વારા સમારકામ કરવામાં આવ્યું હતું. AMC પાસે કોઈ ચોક્કસ નિતી નહીં હેવાને કારણે શહેરના કોઈ એક વિસ્તારમાં ભુવો પડ્યા બાદ તેના સમારકામ પાછળ દસથી પંદર દિવસનો સમય પસાર થઈ જતો હોવાના કારણે સ્થાનિક રહિશોની મુશ્કેલીમાં સતત વધારો થતો હોય છે. આ વર્ષે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી ડ્રેનેજલાઈનમાં ભંગાણ પડવાના કારણે 14 ભુવા પડ્યા હતા.

ડ્રેનેજલાઈનમાં ભંગાણ પડવાના કારણે 14 ભુવા પડ્યા

આ વર્ષે શહેરના વિવિધ વિસ્તારમાં આવેલી ડ્રેનેજલાઈનમાં ભંગાણ પડવાના કારણે 14 ભુવા પડ્યા હતા. આ ભુવાના સમારકામ પાછળ મ્યુનિ.તંત્રે રૂપિયા 73.12 લાખનો ખર્ચ કર્યો હતો. મશીનહોલમાં ભંગાણવા કારણે 11 ભુવા પડ્યા હતા, જેના સમારકામ પાછળ રૂપિયા 47.5 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો. અન્ય કારણોથી શહેરમાં 19 ભુવા પડ્યા હતા.

આ સમાચાર શેર કરો