મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

AHMEDABAD : સૂપમાંથી જીવાત નીકળતા બોડકદેવની હોટલ પ્રાઈડ પ્લાઝાનું કીચન સીલ

Ahmedabad News : અમદાવાદમાં વિવિધ ખાદ્યપદાર્થોમાંથી જીવાત નીકળવાનો ક્રમ યથાવત છે. હવે તો

AHMEDABAD : સૂપમાંથી જીવાત નીકળતા બોડકદેવની હોટલ પ્રાઈડ પ્લાઝાનું કીચન સીલ

Ahmedabad News : અમદાવાદમાં વિવિધ ખાદ્યપદાર્થોમાંથી જીવાત નીકળવાનો ક્રમ યથાવત છે. હવે તો મોંઘીદાટ હોટલોના ભોજનમાંથી પણ જીવાતો નીકળી રહી છે. આવી જ ઘટના બોડકદેવમાં આવેલી હોટલ પ્રાઈડ પ્લાઝામાં બની છે.  

બોડકદેવમાં પકવાન ક્રોસિંગ નજીક ન્યાયમાર્ગ પર આવેલી હોટલ પ્રાઈડ પ્લાઝામાં એક બિઝનેસ મિટિંગ રાખવામાં આવી હતી. આ મિટિંગમાં આવેલા મહેમાનોને સૂપ પીરસવામાં આવ્યું હતું. આ સૂપમાં જીવાત નીકળતા હોબાળો મચી ગયો હતો અને તમામે તાત્કાલિક સૂપ મૂકી દીધા હતા.  આ અંગે હોટલ સંચાલકોને ફરિયાદ કરવામાં આવી હતી. 

બીજી બાજુ ઘટનાની જાણ થતા અમદાવાદ મહાનગરપાલિકાના ફૂડ  વિભાગે હોટલ પ્રાઈડ પ્લાઝા સામે કાર્યવાહી કરી છે. AMCના ફૂડ  વિભાગના અધિકારીઓ હોટલ પ્રાઈડ પ્લાઝા પહોંચ્યા હતા અને હોટલનું કિચન સીલ કરી કાર્યવાહી કરી છે. 

આ સમાચાર શેર કરો