અમદાવાદ સિવિલ હોસ્પિટલના એમ્બ્યુલન્સ ડ્રાઈવરો ઉતર્યા હોસ્પિટલના વિરોધમાં, જાણો શું છે કારણ
અમદાવાદની સિવિલ હોસ્પીટલના એમ્બયુલન્સ ડ્રાઈવરો હોસ્પિટલના વિરોધમાં ઉતર્યા છે. 20 વર્ષની નોકરી કર્યા બાદ છુટા કરવ

અમદાવાદની સિવિલ હોસ્પીટલના એમ્બયુલન્સ ડ્રાઈવરો હોસ્પિટલના વિરોધમાં ઉતર્યા છે. 20 વર્ષની નોકરી કર્યા બાદ છુટા કરવાના નિર્ણય સામે ડ્રાઈવરો મુશ્કેલીમાં મુકાયા છે. તેમજ દર મહિને ડેડબોડી લાવવા મુકવા તેમજ અન્ય કામ માટે મળતું 5 હજારનું એલાઉન્સ પણ બંધ કરી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચો : PMJAY કાર્ડની લિમિટ પુરી થતાં ખાનગી હોસ્પિટલે વધુ સારવારની ના પાડી, આખરે વૃદ્ધનું મોત
ડ્રાઈવરોએ આ અંગે હોસ્પિટલના સ્ટાફને વાત કરી તો તેમણે જણાવ્યું કે 5000 રુપિયાનું એલાઉન્સ ગાંધીનગરથી બંધ કરવામાં આવ્યું છે. તેમજ 2 મહિના બાદ 108નું ખાનગીકરણ થવા જઈ રહ્યું છે તો તમામ ડ્રાઈવરોને છુટા કરવામાં આવશે. તેને લઈને ડ્રાઈવરોની ચિંતા સતાવી રહી છે કે 45-50 વર્ષની ઉંમરે તેમને નોકરી કોણ આપશે.




