મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કેરી અને વરસાદની સાથે જ સુરતીઓને લાગે છે સરસિયા ખાજાના સ્વાદનો ચટાકો, દેશ વિદેશથી આવે છે ઓર્ડર

સુરતમાં કેરીની સિઝન આવે તેની સાથે જ ખાજાનું વેચાણ પણ શરૂ થઈ જાય છે.વર્ષો પહેલાં ખાજાની સોડમ અને સ

કેરી અને વરસાદની સાથે જ સુરતીઓને લાગે છે સરસિયા ખાજાના સ્વાદનો ચટાકો, દેશ વિદેશથી આવે છે ઓર્ડર

સુરતમાં કેરીની સિઝન આવે તેની સાથે જ ખાજાનું વેચાણ પણ શરૂ થઈ જાય છે.વર્ષો પહેલાં ખાજાની સોડમ અને સ્વાદ માત્ર સુરત કે સુરતની આસપાસ ના વિસ્તાર પુરતી સિમિત રહી હતી. પરંતુ આ ખજાનો ટેસ્ટ હવે વિદેશમાં રહેતા સુરતીઓને દોઢે લાગ્યો છે. સુરતના સરસીયા ખાજાની સોડમ હવે વિદેશ સુધી પહોંચી કેનેડા, અમેરિકા લંડન સહિત અનેક દેશમાં ખાજા પહોચે છે. સુરતી ખાજાનો ટેસ્ટ વિદેશમાં વખણાતો હોવાથી હવે વિદેશ પેકીંગ ખાસ કરવામાં આવે છે.

વરસાદ-કેરી સાથે ખાજાનું કોમ્બિનેશન

કેરી સિઝનમાં સુરતી જ્ઞાતિમાં દીકરી અને જમાઈને બોલાવી કેરીનો રસ ખાજા અને અન્ય વાનગીઓ સાથે રાખીને મીજબાની કરવામાં આવે છે. છેલ્લા 35 વર્ષથી ખાજાની દુકાન ચલાવનાર સંગીતાબેને કહ્યું કે, સુરતમાં કેરી આવે ત્યારથી વરસાદ પૂરો થાય ત્યાં સુધી અમારે ત્યાં સરસીયા ખાજાનું વેચાણ થાય છે.  સુરતીઓ આ સિઝન ખાજા માટે લોકો ઉતાવળા બને છે તેવી જ રીતે છેલ્લા કેટલાક વર્ષોથી વિદેશમાં પણ ખાજા મોકલવામાં આવી રહ્યા છે. સ્વાદિષ્ટ સુરતી સરસિયા ખાજા માત્ર સુરત કે ગુજરાતમાં જ નહીં, પરંતુ દેશ-વિદેશમાં વખણાય  છે. 

દેશ-વિદેશથી આવે છે ઓર્ડર

સંગીતાબેન કિશોરચંદ્ર સુખડીયાએ કહ્યું કે, હું છેલ્લા 35 વર્ષથી ખાજા બનાવું છે. કેરીની સિઝન અને વરસાદની સિઝનમાં હું ચાર મહિના ખાજા બનાવું છું. ખાજાની માગ અત્યારે સુરત સહિત દેશ વિદેશમાં ખૂબ રહે છે. અમેરિકા અને કેનેડાથી પણ ખાજાની માગ રહે છે. કારીગરો ચાર વાગ્યે ઉઠીને ખાજા બનાવવાની શરૂઆત કરી દેતા છે. વરસાદ પડે તેમ તેમ ખાજાની માગમાં વધારો થતો રહે છે. હાલમાં કેનેડા, અમેરિકા લંડન સહિત અનેક દેશમાં સુરતી ખાજા પહોચે છે એના માટે ખાસ પેકીંગ કરવામા આવે છે. વિદેશ સુધી ખાજા આખા પહોંચે તે માટે બોક્સ પેકીંગ સાથે થર્મોકોલ અને ફોઈલ પેપરનો ઉપયોગ કરવામાં આવે છે.

આ સમાચાર શેર કરો