મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સાબરડેરીમાં કરોડોના ભ્રષ્ટાચારનો આરોપ, સત્તાધીશો સામે ડિરેક્ટર જશુ પટેલના ધરણા

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ સમાન સાબરડેરીના સત્તાધીશોએ કરોડો રૂપિય

સાબરડેરીમાં કરોડોના ભ્રષ્ટાચારનો આરોપ, સત્તાધીશો સામે ડિરેક્ટર જશુ પટેલના ધરણા

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ સમાન સાબરડેરીના સત્તાધીશોએ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપો સાબરડેરીના ડિરેક્ટર અને બાયડના પૂર્વ ધારાસભ્ય જશુ પટેલ દ્વારા  કરવામાં આવ્યા છે. તેમણે સાબરડેરીના ગેટ પર ધરણા પર બેસીને વિરોધ નોંધાવ્યો હતો. 

સાબરડેરીના ડિરેક્ટર જશુ પટેલે કહ્યું કે સાબરડેરીના એમડી તથા મળતિયાઓ દ્વારા કરોડોનો ભ્રષ્ટાચાર આચાર્યો છે, સાથે જ પ્રોજેક્ટના નામે ઉઘાડી લૂંટ અને બજાર કરતા 100 ગણા ભાવ ચૂકવતા હોવાના આક્ષેપ કર્યા છે.  મેન્ટેનન્સના નામે ખોટા વાઉચર ઉપર એજન્સીઓને નાણાં ચૂકવવા તેમજ ભરતીના નામે મોટા ગોટાળા કરવાના પણ આક્ષેપ કર્યા છે. 

સાબરડેરીના ડિરેક્ટર જશુ પટેલ સાબરડેરીના ગેટ બહાર ધરણા પર બેસી ગયા હતા અને સૂત્રોચ્ચાર કરીને એમડીનો વિરોધ કર્યો હતો. તેમણે આગામી સમયમાં પણ આ પ્રકારનો વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી છે, જ્યાં સુધી સાબરડેરીમાં ભ્રષ્ટાચાર અટકશે નહીં ત્યાં સુધી વિરોધ કરતા રહેશે તેવું પણ કહ્યું છે. 

આ સમાચાર શેર કરો