મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Panchmahal / જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ફરી વિવાદમાં, તાલુકા કોર્ડીનેટરની ભરતીમાં 16 પૈકી 12 ઉમેદવારો એક જ જાતિના

Panchmahal News : પંચમહાલ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ફરી એક વખત વિવાદમાં આવી છે. પંચમહાલ આમ આદ

Panchmahal /  જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ફરી વિવાદમાં,  તાલુકા કોર્ડીનેટરની ભરતીમાં 16 પૈકી 12 ઉમેદવારો એક જ જાતિના

Panchmahal News : પંચમહાલ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ફરી એક વખત વિવાદમાં આવી છે. પંચમહાલ આમ આદમી પાર્ટી પ્રમુખ દિનેશભાઇ બારીઆએ આક્ષેપ કર્યા છે કે પંચમહાલ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા તાલુકા કોર્ડીનેટરની ભરતીમાં ગેરરીતિ આચરવામાં આવી છે. 

તાલુકા કોર્ડીનેટરની ભરતીમાં મનરેગા યોજના હસ્તક શ્રીનાથ ટેકનોલોજી નામની આઉટ સોર્સીંગ એજેન્સી દ્વારા નિમણૂંક કરવામાં આવેલા  16 પૈકી 12 ઉમેદવારો એક જ જાતિના હોવાનું બહાર આવ્યું છે. 

16 જગ્યાઓ પૈકી 12 જગ્યાઓ પર માત્ર ભરવાડ જાતિ-અટકના ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે અને 1 રબારી, 1 ગઢવી, 1 ઠાકોર અને 1 પરમાર જાતિ-અટકના ઉમેદવારો છે.

અધિકારીઓની મનમાની અને રાજકીય લોકોના દબાણમાં આવી એક જ જાતિના ઉમેદવારોની ભરતી કરાઈ હોવાનો આરોપ છે. એકજ જાતિના ઉમેદવારોની ભરતી કરવામાં આવતા અન્ય લાયકાત ધરાવતા ઉમેદવારો સાથે અન્યાય થયો હોવાનો આપ પ્રમુખ દિનેશભાઇ બારીઆએ  આરોપ લગાવ્યો છે, આ સાથે તેમણે કલેક્ટરને પત્ર લખી ભરતી સંબંધિત ખુલાસાઓ માંગ્યા છે. 

આ સમાચાર શેર કરો