VIDEO: મગફળીની ખરીદીમાં નેનો DAP ફરજિયાત અપાતી હોવાના ખેડૂતોના આક્ષેપ
અરવલ્લી જિલ્લામાં તેલીબિયાં યોજના હેઠળ મગફળીની ખરીદી દરમિયાન ખેડૂતોને ન

અરવલ્લી જિલ્લામાં તેલીબિયાં યોજના હેઠળ મગફળીની ખરીદી દરમિયાન ખેડૂતોને નેનો DAPની બોટલો ફરજિયાત લેવા દબાણ કરાતું હોવાના આક્ષેપથી વિવાદ સર્જાયો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, ચાર બેગ મગફળીની ખરીદી સામે ચાર નેનો DAPની બોટલો લેવી ફરજિયાત કરી ₹૧,૨૦૦ વસૂલવામાં આવે છે. ઇનકાર કરનાર ખેડૂતોને ખરીદીમાં વિલંબ કરી હેરાન કરાતા હોવાથી છેલ્લા બે દિવસથી ભારે રોષ છે. ઘનશ્યામસિંહ અને ઉદયરાજસિંહ સીસોદીયા સહિતના ખેડૂતોનો દાવો છે કે આ અંગે કોઈ સત્તાવાર પરિપત્ર કે બિલ અપાતું નથી. ટાર્ગેટ પૂરો કરવા થઈ રહેલી આ પદ્ધતિ બંધ કરવા માંગ ઉઠી છે.


