જૂનાગઢના માંગરોળમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ, કેન્દ્રોમાં સુમસામ માહોલ જોવા મળ્યો
જૂનાગઢના માંગરોળમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કર્યા
જૂનાગઢના માંગરોળમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કર્યાના બીજા જ દિવસે એકપણ ખેડૂત મગફળી વેચવા ન આવ્યા. ૧૦૦ ગ્રામ મગફળીમાં બે ટકા ડેમેજ આવે તો મગફળી રદ કરવામાં આવશે, માવઠાના કારણે મગફળીમાં ભેજ અને ડેમેજ વધતા મગફળી રિજેક્ટ થવાના ડરથી ખેડૂતો મગફળી વેચવા આવી રહ્યા નથી. ખેડૂતો નિયમમાં ફેરફાર કરવાની માંગ કરી રહ્યા છે.




