મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkot: ધોરાજીમાં મગફળીની ખરીદીમાં ખેડૂતો બેહાલ, કડકડતી ઠંડીમાં રાતભર લાઇનમાં ઊભા રહેવા મજબૂર

રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી દરમિયાન ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્

તસવીર: GSTV

રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી દરમિયાન ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખરીદ કેન્દ્ર બહાર મગફળી ભરેલા વાહનો સાથે ખેડૂતોને આગલા દિવસની રાત્રીથી જ લાઇનમાં ઊભા રહેવા મજબૂર થવું પડે છે. કડકડતી ઠંડી વચ્ચે રાત્રિના સમયે મગફળી ભરેલા ટ્રેક્ટર અને ટ્રકોની લાંબી કતારો જોવા મળે છે. ખરીદી કેન્દ્ર નેશનલ હાઈવે પર આવેલું હોવાથી રાત્રિ દરમિયાન અકસ્માતનો ભય પણ સતાવે છે. હાલ સુધીમાં 10,500  ખેડૂતો દ્વારા રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે, જેમાંથી આશરે 7,000 ખેડૂતોની મગફળીની ખરીદી પૂર્ણ થઈ ચૂકી છે.

આ સમાચાર શેર કરો