મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkot: SOGએ દરોડો પાડી નકલી ડૉક્ટર ઝડપ્યો, એક વર્ષથી મેડિકલ ડિગ્રી વગર કરતો હતો સારવાર

રાજકોટ ગ્રામ્ય SOG દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો સામે લાલ આંખ કર

Rajkot: SOGએ દરોડો પાડી નકલી ડૉક્ટર ઝડપ્યો, એક વર્ષથી મેડિકલ ડિગ્રી વગર કરતો હતો સારવાર

રાજકોટ ગ્રામ્ય SOG દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો સામે લાલ આંખ કરવામાં આવી છે. મેટોડા જીઆઇડીસી વિસ્તારમાં બાતમીના આધારે દરોડો પાડી પોલીસે રાજમંગલ મુરત સહાની નામના નકલી ડોક્ટરને ઝડપી પાડ્યો છે.આ શખ્સ કોઈપણ પ્રકારની મેડિકલ ડિગ્રી વગર છેલ્લા એક વર્ષથી દાંતના ડોક્ટર બનીને લોકોની સારવાર કરી રહ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે ક્લિનિકમાંથી એલોપેથી દવાઓ અને તબીબી સાધનોનો જથ્થો કબજે કર્યો છે. કોઈપણ અધિકૃત પ્રમાણપત્ર વગર પ્રેક્ટિસ કરી નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકવા બદલ પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

આ સમાચાર શેર કરો