મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પંચમહાલ: મોર ઊંમરડાના વિકાસના કામોમાં ભ્રષ્ટાચારનો આરોપ, બે અધિક મદદનીશ ઇજનેર ફરજ પરથી મોકૂફ

પંચમહાલમાં ૧૪ નાણાંપંચના વિકાસના કામોમાં ભષ્ટ્રાચારનો મામલે બે અધિક મદદનીશ ઇજનેરની પોલીસે ધરપકડ કરત

પંચમહાલ: મોર ઊંમરડાના વિકાસના કામોમાં ભ્રષ્ટાચારનો આરોપ, બે અધિક મદદનીશ ઇજનેર ફરજ પરથી મોકૂફ

પંચમહાલમાં ૧૪ નાણાંપંચના વિકાસના કામોમાં ભષ્ટ્રાચારનો મામલે બે અધિક મદદનીશ ઇજનેરની પોલીસે ધરપકડ કરતા બન્ને સસ્પેન્ડ કરાયા છે. પોલીસની ધરપકડ બાદ બંને આરોપીઓ 48 કલાક પોલીસ કસ્ટડીમાં રહેતા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. 

મોર ઊંમરડા ગામે વિકાસના કામોમાં ભ્રષ્ટાચારનો આરોપ

શીતલ પટેલ અને ધર્મેન્દ્રસિંહ રાઠોડને જીલ્લા વિકાસ અધિકારીએ સસ્પેન્ડ કર્યાં છે. પંચમહાલના મોર ઊંમરડા ગામે વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આરોપ લાગ્યો છે.

આ પણ વાંચો: અંકલેશ્વર: ડ્રાઈવરને ઝોકું આવતા કારની ઝાડ સાથે ટક્કર, ભાવનગરના પરિવારના 3ના મોત

 બન્ને અધિકારીઓને ફરજ પરથી મોકૂફ રાખવામાં આવ્યા

શીતલ પટેલ કાલોલ તાલુકા પંચાયત ખાતે ફરજ બજાવે છે, ડી આર રાઠોડ મોરવા હડફ તાલુકા પંચાત ખાતે ફરજ બજાવે છે. વર્ષ 2015થી 2022 દરમિયાન સંડોવણી બહાર આવી હતી. એક કરોડના વિકાસના 59 કામોમાં ભ્રષ્ટાચારનો ગંભીર આરોપ બન્ને અધિકારીઓ પર લગાવવામાં આવ્યો છે. બન્ને અધિકારીઓને ફરજ પરથી મોકૂફ રાખવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો