મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ મહાનગરપાલિકામાં 1100 કરોડના કૌભાંડનો આક્ષેપ, ભાજપના જ નેતાના લેટર બોમ્બથી ખળભળાટ

રાજકોટ શહેર ભાજપમાં ભંગાણના એંધાણ જોવા મળ્યા છે. સોલિડ વેસ્ટ કલેકશનના રૂપિયા 1100 કરોડના

રાજકોટ મહાનગરપાલિકામાં 1100 કરોડના કૌભાંડનો આક્ષેપ, ભાજપના જ નેતાના લેટર બોમ્બથી ખળભળાટ

રાજકોટ શહેર ભાજપમાં ભંગાણના એંધાણ  જોવા મળ્યા છે. સોલિડ વેસ્ટ કલેકશનના રૂપિયા 1100 કરોડના કોન્ટ્રાક્ટને લઈને રાજકોટ શહેર ભાજપમાં ભડકો થયો છે. કોર્પોરેટર નેહલ શુક્લ સામે પ્રદેશ ભાજપ કાર્યવાહી કરે તેમ સુત્રો કહી રહ્યા છે. સોલિડ વેસ્ટ કલેક્શનનો કોન્ટ્રાક્ટ કરોડો રૂપિયાના ખર્ચે આપવા બાબતે નેહલ શુક્લ વિરોધ કરી ચૂક્યા છે.

શહેર પ્રમુખ મુકેશ દોશી અને નેહલ શુક્લ સામસામે આવી ગયા

ભાજપ સંકલનની બેઠકમાં આ મામલે શહેર પ્રમુખ મુકેશ દોશી અને નેહલ શુક્લ સામસામે આવી ગયા હતા. બાદમાં મંગળવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક અને જનરલ બોર્ડમાં પણ કોર્પોરેટર નેહલ શુક્લ હાજર રહ્યા નથી. ભાજપ શહેર પ્રમુખ મુકેશ દોશીએ પ્રદેશ ભાજપમાં કરી   નેહલ શુક્લ વિરૂદ્ધ ફરિયાદ કરી છે. સેનિટેશન શાખાના ચેરમેન અને કોર્પોરેટર નિલેશ જલુનો પણ લેટર સામે આવ્યો છે. રાજકોટ શહેર ભાજપમાં ભડકાના એંધાણ છે.

આ પણ વાંચો: VIDEO: રાજકોટના મવડીમાં કેટરર્સના સંચાલક પર થયો ઘાતકી હુમલો

 ટિપરવાનના કોન્ટ્રાકટર મામલે  ભાજપના જ કોર્પોરેટરનો લેટર બોમ્બ

રાજકોટમાં ટિપરવાનના કોન્ટ્રાકટર મામલે  ભાજપના જ કોર્પોરેટરનો લેટર બોમ્બ સામે આવ્યો છે. વોર્ડ નંબર 14ના ભાજપના નગરસેવક અને ધારાસભ્ય ઉદય કાનગડના ભાણેજ નિલેશ જલુએ કોન્ટ્રાકટ અંગે ગંભીર સવાલ ઉઠાવ્યા છે. ટિપરવાનનાના કોન્ટ્રાક્ટમાં કરોડોનું સેટિંગ થયાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

મનપાને 800 કરોડનું નુકસાન થવાનો પત્રમાં  ઉલ્લેખ કર્યો છે. કંપનીએ અંદરોઅંદર સમજી ભાવ ભર્યા હોવાનો પણ ઉલ્લેખ છે. હકીકત બાદ પણ ટેન્ડર પ્રક્રિયા થશે તો મારી જવાબદારી નહીં’તેવું પત્રમાં સ્પષ્ટ પણે લખવામાં આવ્યું છે. સંકલન બેઠકમાં પણ નિલેશ જલુ ગેરહાજર રહ્યા હતા.

આ સમાચાર શેર કરો