Ahmedabad એરપોર્ટ પર એર ઈન્ડિયાની તમામ ફ્લાઈટ્સ ટર્મિનલ-2 પરથી ઉડાન ભરશે, આ કારણે લેવાયો નિર્ણય
એર ઈન્ડિયાએ આજે(27 માર્ચ) જાહેરાત કરી છે કે, અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્

એર ઈન્ડિયાએ આજે(27 માર્ચ) જાહેરાત કરી છે કે, અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તેની તમામ ડોમેસ્ટિક ફ્લાઈટ્સની કામગીરી 29 માર્ચ, 2026થી ટર્મિનલ-1 પરથી ટર્મિનલ-2 પર સ્થાનાંતરિત કરવામાં આવશે. આ ફેરફારમાં અમદાવાદથી આવતી-જતી એર ઈન્ડિયાની સાપ્તાહિક 210 ડોમેસ્ટિક ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, એરલાઈનની ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સનું સંચાલન તો અગાઉથી જ ટર્મિનલ-2 પરથી થઈ રહ્યું છે, હવે ડોમેસ્ટિક ફ્લાઈટ્સ પણ ત્યાંથી જ ઓપરેટ થશે.
એર ઈન્ડિયાની તમામ ફ્લાઈટ્સનું સંચાલન ફક્ત ટર્મિનલ-2 પરથી જ થશે
29 માર્ચથી એર ઈન્ડિયાની તમામ ફ્લાઈટ્સનું આગમન (Arrival) અને પ્રસ્થાન (Departure) ફક્ત ટર્મિનલ-2 પરથી જ થશે. મુસાફરોના એરપોર્ટ અનુભવને બહેતર બનાવવાના હેતુથી આ નિર્ણય લેવાયો છે. 49,000 ચોરસ મીટરમાં ફેલાયેલું ટર્મિનલ-2 આધુનિક સુવિધાઓ જેવી કે 52 ચેક-ઈન કાઉન્ટર, સેલ્ફ-બેગેજ ડ્રોપ કિઓસ્ક, ડિજીયાત્રા, અને અનેક રિટેલ-ફૂડ આઉટલેટ્સથી સજ્જ છે.
મુસાફરોને SMS અને ઈ-મેઈલથી જાણ કરાશે
મુસાફરોને કોઈ અસુવિધા ન થાય તે માટે એર ઈન્ડિયા દ્વારા SMS અને ઈ-મેઈલ મારફતે જાણ કરવામાં આવી રહી છે. મુસાફરોને એરપોર્ટ પહોંચતા પહેલા પોતાના ટર્મિનલની વિગત ફરી એકવાર ચકાસી લેવા સલાહ આપવામાં આવી છે.





