સુરત/ વણજોયા મુહૂર્ત અક્ષય તૃતીયાએ સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થતાં ખરીદી માટે ભીડ ઉમટી
આજે તહેવારોનો ત્રિવેણી સંગમ છે. અખાત્રીજ, અક્ષય તૃતીયા અને ભગવાન પરશુરામજીનો પ્રાગટ્ય દિન. ત

આજે તહેવારોનો ત્રિવેણી સંગમ છે. અખાત્રીજ, અક્ષય તૃતીયા અને ભગવાન પરશુરામજીનો પ્રાગટ્ય દિન. ત્યારે સુરતમાં અક્ષયતૃતીયા નિમિતે સોના-ચાંદીની ખરીદી કરવા જવેલર્સમાં ભારે ભીડ દેખાઈ હતી. જો કે સોના-ચાંદીના ભાવમાં અગાઉ સતત વધારા બાદ હવે ભાવમાં થોડો ઘટાડો થયો છે. ત્યારે મુહૂર્ત સાચવવા લોકો આજના દિવસે સોના-ચાંદીની ખરીદી મોટા પાયે કરી હતી.
વણજોયા મુહૂર્તમાં ખરીદી
હિન્દુ કેલેન્ડરમાં સમયાંતરે તહેવારો આવતાં રહે છે. પરંતુ અખાત્રીજને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. વૈશાખ મહિનામાં પંચાંગ અનુસાર, અખાત્રીજનો તહેવાર દર વર્ષે વૈશાખ મહિનાની શુક્લ પક્ષની તૃતીયા તિથિના રોજ ઉજવવામાં આવે છે. આજના દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. સોનાની ખરીદી પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અખાત્રીજના દિવસે સોનું ખરીદવાથી ધનમાં વધારો થાય છે.
27 વર્ષ પછી અનોખો યોગ
અક્ષયતૃતીયા નિમિતે સોના-ચાંદીની ખરીદી કરવા જવેલર્સમાં ભીડ દેખાઈ હતી.જો કે સોના-ચાંદીના ભાવમાં અગાઉ સતત વધારા બાદ હવે ભાવમાં થોડો ઘટાડો થયો છે. ત્યારે મુહૂર્ત સાચવવા લોકો આજના દિવસે સોના-ચાંદીની ખરીદી કરે છે. આજના દિવસનું અખંડ મુર્હત હોય છે. જવેલર્સે કહ્યું કે, અખાત્રીજનો આ યોગ 27 વર્ષ પછી આવ્યો છે. આ વખતે સોનાના ભાવમાં 10 ટકાનો ઘટાડો આવ્યો છે. જેથી ગ્રાહકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 40 ટકા ગ્રાહકો દ્વારા એડવાન્સ બૂકિંગ કરવામાં આવ્યા છે. ત્યારે જવેલર્સને પણ સારો વેપાર મળવાની આશા છે.








