મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સરકાર અને DEO ઊંઘમાં, અજમેર CBSE બોર્ડની ગુજરાતમાં રેડ; 14 શાળાની માન્યતા કરી રદ

ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં રાજ્ય સરકાર અને DEO ઊંઘતા

સરકાર અને DEO ઊંઘમાં, અજમેર CBSE બોર્ડની ગુજરાતમાં રેડ; 14 શાળાની માન્યતા કરી રદ

ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં રાજ્ય સરકાર અને DEO ઊંઘતા રહ્યા અને અજમેરથી CBSE બોર્ડ વિભાગના અધિકારીઓ આવી ગુજરાતમાં રેડ કરીને જતા રહ્યા. ગુજરાતની ૧૪ શાળાઓમાં ડમી વિદ્યાર્થીઓ પકડાતા તે તમામ સ્કૂલોની માન્યતા રદ્દ કરવામાં આવી છે. અમદાવાદની ૪ શાળાઓનું CBSE એફિલિએશન રદ કર્યાં છે.

આ મામલે અમદાવાદની ન્યૂ તુલીપ સ્કૂલ, નિર્માણ સ્કૂલ, DPS હીરાપુર, DLA એકેડમી ઓફ લિટલ પીપલ સ્કૂલની માન્યતા રદ્દ કરવામાં આવી છે. ગેરહાજર વિદ્યાર્થીઓની નોંધણી બાબતે સ્કૂલની માન્યતા રદ્દ કરાઈ છે. રાજ્ય શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષ ભાસ્કર પટેલે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ભાસ્કર પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, અમે રાજ્ય સરકારને વારંવાર ડમી સ્કૂલોમાં રેડ કરવા રજુઆત કરી હતી. રાજ્ય સરકાર અને DEO ઊંઘમાં રહ્યા અને રાજસ્થાનથી CBSE અજમેર વિભાગની કચેરીમાંથી અધિકારીઓ આવી CBSE બોર્ડે સ્કૂલોમાં ડમી વિદ્યાર્થીઓનો ભાંડો ફોડ્યો હતો. ગુજરાતમાં હજુ અનેક સ્કૂલો ધમધમી રહી છે જેમાં રેડ કરવા સંચાલક મંડળે માંગ કરી છે.

આ સમાચાર શેર કરો