મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

રાજસ્થાનના શિક્ષણ મંત્રીનું વિધાનસભામાં ચર્ચાસ્પદ નિવેદન, કહ્યું 'અકબર દુષ્કર્મી અને...'

રાજસ્થાનના શિક્ષણ મંત્રી મદન દિલાવરે મુઘલ સમ્રાટ અકબર રેપિસ્ટ, આક્રમણકારી અને લૂંટેરો

રાજસ્થાનના શિક્ષણ મંત્રીનું વિધાનસભામાં ચર્ચાસ્પદ નિવેદન, કહ્યું 'અકબર દુષ્કર્મી અને...'

રાજસ્થાનના શિક્ષણ મંત્રી મદન દિલાવરે મુઘલ સમ્રાટ અકબર રેપિસ્ટ, આક્રમણકારી અને લૂંટેરો હોવાનું જણાવ્યું હતું. ગઈકાલે મંગળવારે વિધાનસભામાં શિક્ષણ વિભાગ માટે ગ્રાન્ટ માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતા દિલાવરે આ પ્રકારની ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, 'પહેલાની સરકાર મહાપુરુષો વિશે જે શીખવતી હતી તેનાથી અમને ખૂબ જ દુઃખ થાય છે. તેમણે મહારાણા પ્રતાપની બહાદુરીને ઓછી આંકવાનો પ્રયાસ કર્યો હતો.'

મળતી માહિતી મુજબ, રાજસ્થાનના શિક્ષણ મંત્રી મદન દિલાવરે આગળ જણાવ્યું હતું કે, 'અકબર જે મીના બજાર લગાવતો હતો, તે દુષ્કર્મ, આક્રમણકારી અને લૂંટેરો હતો. તેને મહાન કહેવામાં આવ્યો. આ વાત આપણા અને આપણા દેશના મહાપુરુષોનું અપમાન હતું. જેને સહન ન કરી શકાય. '

'અકબર, તમને શું લાગે છે?'

શિક્ષણ મંત્રીના આ પ્રકારની નિવેદન સામે કેટલાક ધારાસભ્યોએ વાંધા ઉઠાવ્યો હતો. જેને લઈને દિલાવરે સવાલ કર્યો હતો કે, 'અકબર, તમને શું લાગે છે? ઔરંગજેબે અનેક હિન્દુઓને માર્યા, કેટલાય મંદિરો ધ્વસ્ત કર્યા અને હિન્દુઓ પર જઝિયા કર લાદવામાં આવ્યો હતો. આ બર્બરતા દેશના વિદ્યાર્થીઓથી છુપાયેલી હતી. તે ઘણા વર્ષોથી પાઠ્યપુસ્તકોમાં શીખવવામાં આવતું હતું. આક્રમણકારી અને ક્રૂર શાસક તૈમૂરને મહાન તરીકે વર્ણવવામાં આવ્યો હતો. આ સંપૂર્ણપણે ખોટું હતું.'

મદન દિલાવરે અગાઉ પણ મુઘલ સમ્રાટ અકબર પર ટિપ્પણી કરી હતી. ગત વર્ષે ફેબ્રુઆરીમાં પણ દિલવારે અકબરને રેપિસ્ટ ગણાવ્યો હતો. ત્યારે તેમણે કહ્યું હતું કે, 'અકબર રેપિસ્ટ હોવાથી ભારતમાં તેનું નામ લેવું પણ પાપ છે.'

આ સમાચાર શેર કરો