મહેસાણામાં પહેલીવાર એર શૉનું આયોજન, સૂર્યકિરણ એરોબેટિક ટીમના દિલધડક કરતબો જોઈ દર્શકો રહી ગયા દંગ
ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સૂર્યકિરણ એરોબેટિક ટીમ (S

ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સૂર્યકિરણ એરોબેટિક ટીમ (SKAT) દ્વારા દર વર્ષે એર શૉનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આ વખતે દિવાળી પછી એટલે કે 24 ઓક્ટોબરે મહેસાણામાં પહેલીવાર આયોજન કરવામાં આવ્યું હતું. એર શૉ દરમિયાન વાયુસેના દ્વારા દિલધડક કરતબો બતાવવામાં આવ્યા હતા. કરતબો જોઇને દર્શકો દંગ રહી ગયા હતા. ઉલ્લેખનીય છે કે 26 ઓક્ટોબરે અમદાવાદમાં અદભુત એરોબેટિક પ્રદર્શનથી ગુજરાતના આકાશને ચમકાવાશે.
700થી વધુ પ્રદર્શન
1996માં રચાયેલ SKAT એશિયાની એકમાત્ર નવ વિમાનોની એરોબેટિક ટીમ છે. વર્ષોથી સૂર્યકિરણ એરોબેટિક ટીમ સમગ્ર ભારતમાં અને ચીન, શ્રીલંકા, મ્યાનમાર, થાઇલેન્ડ, સિંગાપોર અને UAE સહિત અનેક દેશોમાં 700થી વધુ પ્રદર્શન કર્યા છે. તેમના સૂત્ર "સર્વદા સર્વોત્તમ" દ્વારા સંચાલિત આ ટીમ ચોકસાઈ, શ્રેષ્ઠતા અને શિસ્તનું પ્રતીક છે.
ગુજરાતના અન્ય રાજ્યોમાં પણ યોજાયો હતો એર શૉ
ભારતમાં બનાવેલા નવ હોક Mk132 વિમાનો ઉડાડતા, પાયલટ્સ વિમાનો વચ્ચે 5 મીટરથી ઓછા અંતરે રમી શકે તેવા સ્ટંટ કરે છે. એર શૉમાં લૂપ્સ, રોલ્સ, હેડ-ઓન ક્રોસ, બઝ અને ઇન્વર્ટેડ ફોર્મેશન જેવા આકર્ષક દિલધડક કરતબ દર્શાવવામાં આવ્યા હતા. આ વર્ષની શરૂઆતમાં SKATએ જાન્યુઆરી અને ફેબ્રુઆરી દરમિયાન વડોદરા, જામનગર, નલિયા અને ભુજમાં એર શૉ દ્વારા દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.






