મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતની હોમ ઓટોમેશન સોલ્યુશન્સની નવા ફિચર અને લૂક સાથે એર સિરીઝ લોન્ચ કરાઈ

લક્ઝરીની સાથે લાઈફ સ્ટાઈલનો હિસ્સો બની ગયેલી હોમ ઓટોમેશન સોલ્યુશન્સની નવી પ્રોડક

સુરતની હોમ ઓટોમેશન સોલ્યુશન્સની નવા ફિચર અને લૂક સાથે એર સિરીઝ લોન્ચ કરાઈ

લક્ઝરીની સાથે લાઈફ સ્ટાઈલનો હિસ્સો બની ગયેલી હોમ ઓટોમેશન સોલ્યુશન્સની નવી પ્રોડક્ટ સુરતમાં લોન્ચ કરવામાં આવી હતી. નવા ફિચર અને લૂક સાથે એર સિરીઝ લોન્ચ કરવામાં આવી છે. એર સિરીઝમાં 'એર ટચ', 'એર ગ્લાસ,' 'એર હોમ,' અને 'એર રિમોટ' હોમ ઓટોમેશન સોલ્યુશન્સનો સમાવેશ થાય છે. ટેક્નોલોજીથી ચાલતી આ સ્માર્ટ સર્વિસ ઘરને સ્માર્ટ લૂક આપતી હોવાની સાથે ઈલેક્ટ્રિસિટીના કન્ઝમ્પશનને પણ બચાવે છે. સાથે જ ડેટા પણ મેળવવાનું આસાન રહે છે.

વ્હાઈટલાયનના ડિરેક્ટર વિશાલ કુકડિયાએ કહ્યું કે, 2014માં અમે શરૂઆત સુરતથી કરી હતી. પરંતુ આજે 12 સ્ટેટમાં અમે કામ કરી રહ્યાં છીએ. 90 મીનીટમાં અમે એક ઘરને ઓટોમેટ કરી રહ્યાં છીએ. જે અમારો ટાર્ગેટ 60 મિનિટ પર લઈ જવાનો છે. જેના માટે અમે ચોક્કસાઈથી કામ કરી રહ્યા છીએ. યુવા ટીમ હોવાથી લોકોને આવતી અડચણો પણ ગણતરીના સમયમાં સોલ્વ કરી આપવામાં આવે છે.

નવી એર સિરીઝને લોન્ચ કરતાં વિશાલ કુકડિયાએ કહ્યું કે, આ ટેક્નોલોજીમાં સૂર્ય ચંદ્ર સાથે વાતાવરણને આધારે પણ આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. જીપીએસ સહિતની ટેક્નોલોજીની સાથે લોકોનું જીવન આસાન અને એફિશિયન્સી સભર બને તે માટે અમે પ્રયાસ કરી રહ્યાં છીએ. સુરતમાં 6 હજાર ઘરમાં ઉપયોગ થઈ રહ્યો છે. 33 જેટલા મંદિરોમાં પણ ઉપયોગ થાય છે. 

આ સમાચાર શેર કરો