અમદાવાદની હયાત હોટલને બે લાખ રૂપિયાનો દંડ, સંભારમાંથી નીકળ્યો હતો વંદો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)ના ફૂડ વિભાગે વસ્ત્રાપુરમાં સ્થિત હયાત હોટલને બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)ના ફૂડ વિભાગે વસ્ત્રાપુરમાં સ્થિત હયાત હોટલને બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સાથે દંડ વસૂલી સીલ મારેલા કિચનને ખોલી દેવામાં આવ્યું છે. નોંધનીય છે કે, એક સપ્તાહ પૂર્વે સંભારમાંથી વંદો નીકળ્યો હતો.
દંડ વસૂલીને કિચન ખોલી દેવામાં આવ્યું
પ્રાપ્ત માહિતી પ્રમાણે 31 જુલાઈના દિવસે અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તાર વસ્ત્રાપુરમાં આવેલી હયાત હોટલના સંભારમાંથી વંદો નીકળ્યો હતો. બીજી તરફ આ બનાવની જાણ થતા એએમસી ફૂડ વિભાગની ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. હયાત હોટલનું કિચન સીલ કરવામાં આવ્યું હતું. જોકે, હવે બે લાખ રૂપિયાનો દંડ વસૂલીને કિચન ખોલી દેવામાં આવ્યું છે.
શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી હયાત હોટલમાં એક કંપનીનો જમણવાર હતો. જેમાં કંપનીના એક કર્મચારી ઈડલી સંભાર ખાઈ રહ્યા હતા. ત્યારે અચાનક તેની નજર સંભાર પર પડી હતી. સંભારમાં તેઓએ જોયું તો વંદા જેવું જોવા મળ્યું હતું. જ્યારે બહાર કાઢીને તેઓએ જોયું તો મરેલો વંદો હતો.






