Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Unseasonal rains in the midst of the heat! Meteorological Department has released the list, know whether it will rain in your district or not?

VIDEO: ગરમી વચ્ચે કમોસમી વરસાદનો વરતારો! હવામાન વિભાગે જાહેર કર્યું લિસ્ટ, જાણો તમારા જિલ્લામાં વરસાદ પડશે કે નહીં?

Timeછેલ્લું અપડેટ : 17 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે હવામાન વિભાગે મોટું અપડેટ આપ્યું છે. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આગામી 19 એપ્રિલથી 21 એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદ એટલે કે માવઠું પડવાની પૂરેપૂરી શક્યતા છે. જોકે, આગામી બે દિવસ સુધી વાતાવરણ અને તાપમાન યથાવત્ રહેશે, પરંતુ ત્યારબાદ વાતાવરણમાં પલટો જોવા મળશે.

App Store

કયા દિવસે ક્યાં પડશે વરસાદ?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વરસાદની તીવ્રતા જિલ્લાવાર નીચે મુજબ રહેશે:

    19 એપ્રિલ: રવિવારથી વાતાવરણ પલટાશે. જેમાં ખાસ કરીને ભાવનગર, અમરેલી, મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુરમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે.

    20 એપ્રિલ: સોમવારના રોજ પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. ભાવનગર, અમરેલી ઉપરાંત તાપી અને ડાંગ જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી છે.

    21 એપ્રિલ: મંગળવારે વરસાદનો વ્યાપ વધશે. ભાવનગર અને અમરેલી ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભરૂચ અને સુરત જિલ્લામાં પણ વરસાદની શક્યતા છે.

સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર
હવામાન નિષ્ણાતોના મતે, આકાશમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ભેજનું પ્રમાણ વધશે, જેના પરિણામે ઉનાળાની સીઝનમાં પણ ચોમાસા જેવો માહોલ સર્જાશે. આ કમોસમી વરસાદને કારણે ઉનાળુ પાક લેતા ખેડૂતોમાં ચિંતાની લહેર જોવા મળી રહી છે, કારણ કે માવઠું પાકને નુકસાન પહોંચાડી શકે છે.