VIDEO: અમદાવાદના પોશ વિસ્તારના રહેવાસી સાવધાન રહે, એક ગાડીમાં આવી બીજી ફોરવ્હીલ ચોરી ગયા તસ્કરો
સોર્સ : gstv
અમદાવાદ શહેરના પોશ વિસ્તાર એવા નારણપુરામાં ફોરવ્હીલ ચોરીનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. તસ્કરો ચોરીને અંજામ આપવા ફોરવ્હીલમાં આવ્યા હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. નારણપુરાના પ્રગતિનગરમાં તસ્કરો ફોરવ્હીલ લઈને આવ્યા અને પાર્ક કરેલી બીજી ફોરવ્હીલ લઈને ફરાર થઈ ગયા હતા. બુકાનીધારી તસ્કરો ક્રેટા ગાડી લઈને આવ્યા અને પાર્ક કરેલી ક્રેટા ગાડી ચોરીને ફરાર થયા હતા. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સમગ્ર મામલે નારણપુરા પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી દીધી છે.

