Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: A grand reception was held in Ahmedabad after singer Kinjal Dave's engagement, Garba was played with the couple

VIDEO: સિંગર કિંજલ દવેની સગાઈ બાદ અમદાવાદમાં ભવ્ય રિસેપ્શન યોજાયું, કપલ સાથે ગરબા રમ્યું

Timeછેલ્લું અપડેટ : 21 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ગુજરાતી સિંગર કિંજલ દવે અને ધ્રુવીન શાહની સગાઈ થયા બાદ 20મી ડિસેમ્બરે અમદાવાદમાં રિસેપ્શન યોજાયું હતું. જેમાં ગુજરાતી મનોરંજન જગતના સિતારાઓએ હાજરી આપી કિંજલ અને ધ્રુવીનને શુભેચ્છા પાઠવી હતી. રિસેપ્શનમાં હાજરી આપવા આવેલા ખજૂરભાઈ સહિતના સેલિબ્રેટીઓએ કપલ સાથે ગરબે ઘૂમ્યા હતા. રિસેપ્શનમાં કિંજલ દવે લાલ કલરની સાડીમાં જોવા મળી હતી.

App Store

અમદાવાદના એસ.જી. હાઈવે પર આવેલી જાણીતી YMCA ક્લબ ખાતે કિંજલ દવે અને ધ્રુવીન શાહની સગાઈનું ગ્રાન્ડ રિસેપ્શન યોજાયું હતું. આ પ્રસંગે કિંજલ દવે લાલ રંગની સાડીમાં અત્યંત સુંદર લાગી રહી હતી, જ્યારે તેના મંગેતર ધ્રુવીન શાહે પણ તેની સાથે ભવ્ય એન્ટ્રી કરી હતી.

આ પ્રસંગ માત્ર પારિવારિક ઉત્સવ ન રહેતા ગુજરાતી ફિલ્મ અને સંગીત જગતનું એક મોટું સ્નેહમિલન બની ગયું હતું. રિસેપ્શનમાં જાણીતા કલાકારો હાજર રહ્યા હતા. ગીતા રબારી, વિક્રમ ઠાકોર, રાકેશ બારોટ, જિગ્નેશ બારોટ, ઉર્વશી રાદડિયા, અલ્પા પટેલ, કાજલ મહેરિયા, હિતુ કનોડિયા, મોનલ ગજ્જર, તત્સત અને આરોહી, કુશલ મિસ્ત્રી,ખજૂર (નીતિન જાની), તરુણ જાની, 'લાલો' ફિલ્મની ટીમ, જતીન અને પાર્થ (પરમ મિત્ર ટીમ) હાજર રહી હતી.

રિસેપ્શનના અંતે કિંજલ દવે, ધ્રુવીન શાહ અને ઉપસ્થિત તમામ કલાકારોએ મન મૂકીને ગરબા કર્યા હતા. ગુજરાતી કલાકારોના સૂર અને તાલે આખી સાંજ ગુંજી ઉઠી હતી અને મહેફિલમાં એક અલગ જ રોનક જોવા મળી હતી.

નોંધનીય છે કે, કિંજલ દવેની આ સગાઈ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. અગાઉ થયેલી કેટલીક સામાજિક ગૂંચવણો અને સમાજના વિરોધને કારણે આ બાબત સોશિયલ મીડિયા પર ટોક ઓફ ધ ટાઉન બની હતી. ચાહકોનો મોટો વર્ગ કિંજલના આ નવા જીવનના આરંભને આવકારી રહ્યો છે. બીજી તરફ સામાજિક કારણોસર કેટલાક લોકો દ્વારા હજુ પણ વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. જોકે, આ તમામ વિવાદોને બાજુ પર રાખીને કિંજલ અને તેના પરિવારે આ ખુશીના અવસરને ધામધૂમથી ઉજવ્યો હતો.

લોકપ્રિય ગુજરાતી સિંગર કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ સગાઈ કરી લીધી છે, ત્યારે આ સગાઈનો વીડિયો કિંજલ દવેએ પોતાના ફેસબુક પેજ પોસ્ટ કરી ઓફિશિયલ જાહેરાત કરી છે. કિંજલ દવેએ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી છે. આ યુગલની સગાઈના સમાચારથી તેમના ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.