VEDIO:અમદાવાદ: હેલન કેલરના જન્મદિને દિવ્યાંગો માટે ભવ્ય સાઇકલ રેલીનું આયોજન.
સોર્સ : GSTV
અમદાવાદમાં દિવ્યાંગોના સશક્તિકરણ અને જાગૃતિ માટે હેલન કેલરના જન્મદિવસે 'મેરેજર્સ ઑન સાઇકલ્સ-2026'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સેન્સ ઇન્ટરનેશનલ ઇન્ડિયા દ્વારા આયોજિત આ ૧૨મી આવૃત્તિમાં ૧,૦૦૦થી વધુ લોકો ભાગ લેશે. આ ઇવેન્ટમાં સામાન્ય રાઇડની સાથે દ્રષ્ટિબાધિતો માટે ખાસ 'બ્લાઇન્ડફોલ્ડ સાઇકલ રાઇડ' મુખ્ય આકર્ષણ રહેશે. કાર્યક્રમ દ્વારા એકત્રિત થનારું ભંડોળ દ્રષ્ટિબાધિત બાળકોના શિક્ષણ અને પુનર્વસન માટે વાપરવામાં આવશે.

