Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : US tariffs deal a major blow to Gujarat's chemical industry: Risk of recession

અમેરિકાના ટેરિફથી ગુજરાતના કેમિકલ ઉદ્યોગને મોટો ફટકો: નિકાસ અટકી પડતાં મંદીનો ખતરો

Timeછેલ્લું અપડેટ : 07 Nov 2025
લાઇવ ટીવીGoogle News
અમેરિકાના ટેરિફથી ગુજરાતના કેમિકલ ઉદ્યોગને મોટો ફટકો: નિકાસ અટકી પડતાં મંદીનો ખતરો
સોર્સ : ai

US Tariff War: ટેરિફ વૉરને કારણે ગુજરાત અને ભારતમાંથી અમેરિકામાં થતી કેમિકલની નિકાસ મંદ પડીને સાવ જ બંધ થઈ ગઈ હોવાથી કેમિકલ ઉદ્યોગ પર મંદીનો પ્રભાવ વધી રહ્યો છે. બીજીતરફ મંદીની ગિરફ્તમાં આવી રહેલા ગુજરાત અને ભારતના કેમિકલ ઉદ્યોગને ચીન સાથેના સુધરી રહેલા સંબંધમાં વિશ્વ વેપારમાં કાઠું કાઢવાનો અવકાશ જોવા મળી રહ્યો છે. 

App Store

ભારત-રશિયાને ચીનની નવી રચાઈ રહેલી ધરીએ આશા જગાવી

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચાલુ કરેલા ટેરિફ વૉરને કારણે કેમિકલની અમેરિકા તરફની નિકાસ સાવ જ તળિયે જઈ બેઠી છે ત્યારે ભારત, ચીન અન રશિયા વચ્ચે નવી ધરી રચાઈ રહી હોવાથી ચીન પાસેથી ફાર્માસ્યૂટિકલ તથા ડાઈઝ ઇન્ટરમિડિયેટ્‌સ ઇન્ડસ્ટ્રીઝ માટે રૉ મટિરિયલ મળવાની અને કેમિકલ ઉદ્યોગ માટેની ઓટોમાઈઝેશનની ટેક્‌નોલોજી મળવાનો આશાવાદ બુલંદ બની રહ્યો છે. 

અમેરિકાએ ટેરિફ વૉર છેડીના ભારતીય કેમિકલ્સ પર 25 ટકા ટેરિફ લગાડી દેતા ભારતના ઉદ્યોગોની સ્પર્ધાત્મકતા ખતમ થઈ ગઈ છે. ભારતના એકમોની અમેરિકાની   ખાતેની નિકાસ મંદ પડીને હવે બંધ થવા આવી છે. પરિણામે તેમની નિકાસ ખાસ્સી ઓછી થઈ ગઈ છે. હવે ભારતીય કેમિકલ ઉદ્યોગના એકમો ચીન પાસે કેમિકલ પ્રોસેસના ઓટોમાઈઝેશન એટલે કે માનવ બળના ઉપયોગ વિના જ થઈ કેમિકલની પ્રક્રિયા માટેની ટેક્‌નોલોજી મેળવવા માગે છે. ચીન સાથેના સંબંધો સુધરતા   ટેક્‌નોલોજી મળવાનો માર્ગ ખૂલ્લો થશે. કેમિકલ ઉદ્યોગ માટેની ઓટોમાઈઝેશનની ટેક્‌નોલોજી મળતાં પ્રોડક્શન કોસ્ટ ખાસ્સી નીચી આવી જવાની સંભાવના રહેલી છે.

અત્યારે ચીનનો કેમિકલ ઉદ્યોગના 80 ટકા એકમો ઓટોમાઈઝેશન પર જ ચાલી રહ્યા છે. ભારતમાં ઓટોમાઈઝેશન પર ચાલતા કેમિકલ કે ડાઈઝ ઇન્ટરમિડિયેટ્‌સના એકમોની સંખ્યા માંડ દસ ટકા જેટલી હોઈ શકે છે. તેથી ચીનની ઓટોમાઈઝેશનની ટેક્‌નોલોજી કોસ્ટ કટિંગ માટે મહત્ત્વની છે. ભારતના કેમિકલ ઉદ્યોગ હવે કોસ્ટ કટિંગ કરીને આંતરરાષ્ટ્રીય બજારમાંની સ્પર્ધાત્મકતા વધારવા માટે ચીન પર મદાર બાંધી રહ્યો છે. ઓટોમાઈઝેશનને કારણે કોસ્ટિંગમાં એટલે કે પડતર કિંમતમાં 10થી 20 ટકાનો ઘટાડો આવી જતો હોવાના ગણિતો માંડવામાં આવી રહ્યા છે. તદુપરાંત ચીનના સસ્તા કેમિકલ રૉ મટિરિયલનો લાભ પણ મળી શકે છે. 

આજની તારીખે પણ ચીનની કેમિકલના ફિનિશ્ડ પ્રોડક્ટ્‌સની પડતર કિંમત કરતાં ભારતના ફિનિશ્ડ પ્રોડક્ટ્‌સની પડતર કિંમત 20 ટકા જેટલી ઊંચી છે. અમદાવાદના કેમિકલ ઉદ્યોગના સૂત્રોનું કહેવું છે કે ભારત અને ચીન વચ્ચે સીધી એરલાઈન્સ શરુ થઈ છે. બીજું ભારત-ચીન વચ્ચેના સંબંધો સુધરી રહ્યા હોવાથી ગુજરાત અને ભારતના ફાર્માસ્યૂટિકલ્સ અને ડાઈઝ ઇન્ટરમિડિયેટ્‌સ ઉદ્યોગને જોઈતા રૉ મટિરિયલ-કાચા માલ સરળતાથી મળતા થશે. 

કાચા માલ માટે આમેય ભારત ચીન પર ખાસ્સું નિર્ભર છે. ચીનના બેઝિક રૉ મટિરિયલની મદદથી જ ભારતમાં ડાઈઝ ઇન્ટરમિડિયેટ્‌સના પ્રોક્ટ્‌સ તૈયાર કરવામાં આવી રહ્યા છે. તેમ જ ચીનના બલ્ક ડ્રગ્સનો ઉપયોગ કરીને જ ભારતની ફાર્મા કંપનીઓ દરદીઓ માટેની બહુધા દવાઓ તૈયાર કરે છે.   આમ ચીન સાથેના સંબંધ સુધરે તો ભારતના કેમિકલ અને ફાર્માસ્યૂટિકલ બંને ઉદ્યોગને ખાસ્સો લાભ થવાની સંભાવના રહેલી છે.