Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Unknown girl commits suicide by jumping from 14th floor in Vasana

Ahmedabad/ વાસણાના સિદ્ધિવિનાયક આર્કેડમાં અજાણી યુવતીએ 14મા માળેથી ઝંપલાવી કર્યો આપઘાત

Timeછેલ્લું અપડેટ : 29 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabad/ વાસણાના સિદ્ધિવિનાયક આર્કેડમાં અજાણી યુવતીએ 14મા માળેથી ઝંપલાવી કર્યો આપઘાત
સોર્સ : gstv

અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં આવેલી સિદ્ધિવિનાયક આર્કેડ (Siddhivinayak Arcade) માં એક ગમગીન ઘટના બની છે. એક અજાણી યુવતીએ આ બિલ્ડિંગના 14મા માળેથી નીચે કૂદીને આપઘાત કરી લીધો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

App Store

આપઘાત પહેલાં યુવતી સીસીટીવીમાં કેદ

પ્રાથમિક માહિતી અનુસાર, આપઘાત કરનારી આ યુવતી સિદ્ધિવિનાયક આર્કેડમાં આપઘાત કરવાના ઇરાદે જ આવી હતી. યુવતી બિલ્ડિંગ પર જઈ રહી હતી, ત્યારે સિક્યુરિટી ગાર્ડે તેને ઉપર જવાની ના પાડી હતી, છતાં યુવતી ઉપરના માળે પહોંચી ગઈ હતી. આપઘાત કરતાં પહેલાં યુવતીની ગતિવિધિઓ કોમ્પલેક્સમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ત્યારબાદ યુવતીએ બિલ્ડિંગના 14મા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા.

તપાસ શરૂ, ઓળખ અજાણ

ઘટનાની જાણ થતાં વાસણા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. હાલમાં યુવતીની ઓળખ થઈ શકી ન હોવાથી પોલીસે તેની ઓળખ માટેની તપાસ શરૂ કરી છે.

વાસણા પોલીસે આ બનાવ અંગે અકસ્માત મૃત્યુ (Accidental Death) નો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે યુવતીએ આત્મહત્યા કરવા પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે પણ વધુ તપાસ શરૂ કરી છે