Ahmedabad news: સરખેજ આત્મવિલોપન મામલે પોલીસે જણાવ્યું કે યુવાનને યુવતી સાથે એક તરફી પ્રેમ હતો, જૂની કોઈ ફરિયાદ હશે તો તે બાબતે તપાસ થશે

સોર્સ : gstv
અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં ગુરુવારે સવારે એક સનસનાટીભરી અને ચોંકાવનારી ઘટના બની હતી, જેમાં એક યુવતીની કથિત પજવણી કરી રહેલા યુવકે હોસ્પિટલમાં જ પોતાની જાત પર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી હતી. આ ઘટનાને પગલે હોસ્પિટલમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આત્મદાહનો પ્રયાસ કરનાર યુવક ગંભીર રીતે દાઝી ગયો હતો અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. જ્યારે જે યુવતી સાથે તેણે તકરાર કરી હતી તે આઘાતને કારણે બેભાન થઈ ગઈ હતી.
છ મહિનાની પજવણીનો ભયાવહ અંત
પોલીસના જણાવ્યા અનુસાર, ફતેવાડીમાં સમા સ્કૂલ પાસે આવેલા આફરીન ડુપ્લેક્સમાં રહેતી 28 વર્ષીય સલેહા અબ્દુલકાદર શેખ, સરખેજમાં આવેલી અલ-નૂર હોસ્પિટલમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરે છે. છેલ્લા છ મહિનાથી તેના જ વિસ્તારમાં રહેતો કામરાન નામનો યુવક કથિત રીતે તેની સતત પજવણી કરી રહ્યો હતો.
અમદાવાદના સરખેજ આત્મવિલોપન બાબતે પોલીસ નિવેદન સામે આવ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે સરખેજ અલનૂર હોસ્પિટલ ખાતે સમગ્ર ઘટના બની હતી. મળતા અહેવાલ પ્રમાણે મૃતકને અલનૂર હોસ્પિટલમાં રિસેપ્સનિસ્ટ તરીકે કામ કરતી યુવતી સાથે એક તરફી પ્રેમ હતો. હોસ્પિટલ પહોંચી પહેલા યુવતી સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી, ત્યાર બાદ પોતાની સાથે લાવેલા પેટ્રોલને શરીર પર લગાવીને આગ લગાવી દીધી હતી. સળગતી હાલતમાં યુવાને પ્રથમ માળેથી જમીન પર છલાંગ લગાવી હતી.

