Video: દાણાપીઠના બે સેનેટરી ઇન્સ્પેક્ટર સસ્પેન્ડ, અન્ય કર્મચારીઓ સમર્થનમાં આવ્યા

સોર્સ: gstv

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દાણાપીઠ ખાતે બે સેનેટરી ઇન્સ્પેક્ટર ભરતભાઈ દેસાઈ અને પ્રીતેશભાઈ પટેલને સસ્પેન્ડ કરાતાં સમગ્ર મામલો ગરમાયો છે અને અમદાવાદના તમામ એસ.આઈ. તેમના સમર્થનમાં આવ્યા છે. કર્મચારીઓનો આક્ષેપ છે કે મ્યુનિસિપલ કમિશનર રાઉન્ડમાં નીકળ્યા ત્યારે બંને અધિકારીઓને ખોટી રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરાયેલા એસ.આઈ.એ અગાઉ પણ નબળી કામગીરી બદલ સફાઈ એજન્સીને નોટિસ આપી હતી અને એજન્સીને રદ કરવા માટે ડીવાયએમસીને લેખિતમાં રજૂઆત તથા જાણ પણ કરી હોવા છતાં તેમની સામે કાર્યવાહી થતાં કર્મચારી વર્ગમાં નારાજગી જોવા મળી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત