Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Two men on a two-wheeler broke the car window and stole ₹2 lakh

Video/ Ahmedabad: ટુ વ્હીલર પર આવેલા બે શખ્સોએ કારનો કાચ તોડી ₹2 લાખની કરી ચોરી, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

Timeછેલ્લું અપડેટ : 09 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં તસ્કરોએ ડર વગર ચોરી કરી છે. સાનવી સ્ટેરા ફ્લોરા બિલ્ડિંગ પાસે પાર્ક કરેલી એક કારને નિશાન બનાવીને ટુ વ્હીલર પર આવેલા બે શખ્સોએ ગણતરીની જ સેકન્ડોમાં કારનો કાચ તોડી નાખ્યો હતો. લોકોની અવરજવર હોવા છતાં, આ તસ્કરો કારમાં રાખેલી 2 લાખ રૂપિયાની રોકડ ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા હતા.

App Store

ચોરીની ચોંકાવનારી ઘટના

મળતી માહિતી અનુસાર, સાઉથ બોરલમાં પ્રિન્સ નામના વેપારી પોતાની કાર રોડની સાઈડમાં પાર્ક કરીને કામ અર્થે બિલ્ડિંગમાં ગયા હતા. તેમણે રૂપિયા ભરેલી બેગ ડ્રાઈવરની બાજુની સીટ પર રાખી હતી. આનો લાભ લઈને હેલ્મેટ પહેરેલા બે શખસો બાઈક પર ત્યાં આવી પહોંચ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, બાઈક પાછળ બેઠેલા શખસે ત્રણ 6 સેકન્ડમાં કાચ તોડીને બેગની ચોરી કરી હતી. જ્યારે વેપારી પરત આવ્યા ત્યારે કાચ તૂટેલી હાલતમાં જોઈને તેમના હોશ ઉડી ગયા હતા.

ચોરીની જાણ થતા જ વેપારીએ તાત્કાલિક 112 નંબર પર કોલ કરીને પોલીસને જાણ કરી હતી. બોપલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી આસપાસના સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે, જેમાં બંને શખસોની હિલચાલ સ્પષ્ટપણે કેદ થઈ છે. હાલમાં પોલીસે ગુનો નોંધી ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું મેળવવા માટે વિવિધ ટીમો બનાવી તપાસ તેજ કરી છે.