Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Students going to study abroad in Ahmedabad cheated in the name of fees, embezzlement of Rs 10 lakh

અમદાવાદમાં વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓની ફીના નામે ઠગાઈ, 10 લાખની કરી ઉચાપત, ડેપ્યુટી મેનેજરનું કારસ્તાન

Timeછેલ્લું અપડેટ : 17 May 2026
લાઇવ ટીવીGoogle News
અમદાવાદમાં વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓની ફીના નામે ઠગાઈ, 10 લાખની કરી ઉચાપત, ડેપ્યુટી મેનેજરનું કારસ્તાન
સોર્સ : GSTV

વિદેશમાં સ્ટડી કરવા જવાનું સપનું જોતા સ્ટુડન્ટ્સ અને તેમના પેરેન્ટ્સ સાથે છેતરપિંડી થયાની ઘટના સામે આવી છે. અમદાવાદના આંબાવાડીમાં આવેલી એક જાણીતી એજ્યુકેશન કન્સલ્ટન્સી કંપનીના જ એક અધિકારીએ સ્ટુડન્ટ્સની ફીના નામે લાખો રૂપિયા ઉઘરાવીને યુનિવર્સિટીના ખાતામાં જમા કરાવવાના બદલે પોતાના અંગત ખાતામાં ચાઉ કર્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે કંપની દ્વારા લાખો રૂપિયાની ઉચાપત અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

App Store

સિનિયર મેનેજરે નોંધાવી ફરિયાદ

આ મામલે વડોદરાના કારેલીબાગમાં રહેતા અને કેરીયર ક્રાફ્ટ કન્સલ્ટન્ટ નામની ખાનગી એજ્યુકેશન કંપનીમાં સિનિયર મેનેજર ઓપરેશન તરીકે ફરજ બજાવતા 41 વર્ષીય જયદીપસિંહ રાજેન્દ્રસિંહ રાઠોડે ફરિયાદ નોંધાવી છે. તેમની કંપનીની હેડ ઓફિસ વડોદરામાં છે અને એક બ્રાન્ચ અમદાવાદમાં આવેલી છે. ફરિયાદ મુજબ, તેમની જ કંપનીની અમદાવાદ બ્રાન્ચમાં ડેપ્યુટી બ્રાન્ચ મેનેજર તરીકે નોકરી કરતા એક કર્મચારીએ કંપની અને સ્ટુડન્ટ્સ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે.

ડેપ્યુટી બ્રાન્ચ મેનેજરનું કારસ્તાન

મળતી માહિતી મુજબ, અમદાવાદના પાલડીમાં રહેતા રૂશીલ દીપકભાઈ શાહને 10/05/2022ના રોજ કંપનીમાં ડેપ્યુટી બ્રાન્ચ મેનેજર બનાવ્યા હતા. તેમની મુખ્ય જવાબદારી વિદેશ સ્ટડી માટે જતા સ્ટુડન્ટ્સનું કાઉન્સેલિંગ કરવાનું અને ફીની કામગીરી સંભાળવાની હતી.

જો કે, માર્ચ 2025થી 13/11/2025 દરમિયાન કંપનીને શંકા જતા આંતરિક તપાસ કરવામાં આવી હતી. જેમાં સામે આવ્યુ હતું કે રૂશીલ શાહે યુ.કે.ની યુનિવર્સિટીમાં જમા કરાવવાની ફીના નામે સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ પાસેથી કુલ રૂપિયા 29,13, 670 પોતાના બેંક એકાઉન્ટમાં અને રોકડા મેળવી લીધા હતા. ભાંડો ફૂટવાના ડરે તેણે તેમાંથી ટુકડે-ટુકડે રૂપિયા 18,30,558 સ્ટુડન્ટ્સને પરત ચૂકવ્યા હતા, પરંતુ બાકીના રૂપિયા 10,83,112 સ્ટુડન્ટ્સને કે યુનિવર્સિટીને ન ચૂકવી પોતાની પાસે જ રાખી લીધા હતા. આ રીતે પોઝિશનનો ઉપયોગ કરી રૂપિયાની ઉચાપત કરવા બદલ રૂશીલ શાહ વિરુદ્ધ પોલી સે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.