મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદ સહિત દેશભરમાં શનિદેવ જન્મોત્સવ ભક્તિભાવ સાથે ઉજવાયો

અમદાવાદ સહિત દેશભરમાં શનિદેવ જન્મોત્સવ ભક્તિભાવ સાથે ઉજવાયો. વૈશા

અમદાવાદ સહિત દેશભરમાં શનિદેવ જન્મોત્સવ ભક્તિભાવ સાથે ઉજવાયો. વૈશાખ અમાસના પવિત્ર દિવસે વહેલી સવારથી જ શનિ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી. ભગવાન શનિદેવને કર્મફળના દાતા માનવામાં આવે છે. તેલ અર્પણ, દીપદાન, હનુમાન ચાલીસા પાઠ, કાળા તલ, સરસવનું તેલ અને કાળા વસ્ત્રોનું દાન વિશેષ મહત્વ ધરાવે છે. ચાંદલોડિયાના શ્રી સિદ્ધ શનિદેવ મંદિરમાં હવન, મહાઆરતી, ધર્મસભા અને મહાપ્રસાદના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યોતિષ અનુસાર શનિદોષ નિવારણ, સાડેસાતી અને ઢૈયા જેવી પરેશાનીઓમાંથી મુક્તિ માટે આ દિવસ ખાસ માનવામાં આવે છે. ભક્તો દાન-પુણ્ય અને અન્નદાન કરી શુભ ફળની અપેક્ષા રાખે છે.

આ સમાચાર શેર કરો