Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : shorturl.at/PlasticFactorySeized

Ahmedabad news: બાકરોલમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, લાખોનો મુદ્દામાલ જપ્ત, 2ની અટકાયત

Timeછેલ્લું અપડેટ : 16 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: બાકરોલમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, લાખોનો મુદ્દામાલ જપ્ત, 2ની અટકાયત
સોર્સ : GSTV

Ahmedabad news: પર્યાવરણના જતન અને પ્રતિબંધિત પ્લાસ્ટિક વિરુદ્ધ ચાલી રહેલી ઝુંબેશના ભાગરૂપે અમદાવાદ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગૃપ(SOG)એ એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. જેમાં કણભા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા બાકરોલ ખાતેના રૂદ્રા ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ગેરકાયદેસર રીતે ધમધમતી પોલીથીન બેગ બનાવતી ફેક્ટરી પર દરોડો પાડી લાખોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.  

App Store

બાકરોલમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગ બનાવતી ફેક્ટરી ઝડપાઈ
અમદાવાદ ગ્રામ્ય SOGની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, રૂદ્રા ઈન્ડસ્ટ્રીયલ પાર્કના ગોડાઉન નંબર-481માં બહારથી શટર બંધ રાખી અંદરના ભાગે ગેરકાયદે પ્લાસ્ટિકની(પોલીથીન) થેલીઓનું ઉત્પાદન અને વેચાણ કરવામાં આવી રહ્યું હતું. જેને લઈને ​SOGની ટીમે સ્થળ પર ચકાસણી કરતા મોટાપાયે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો હતો.

જપ્ત કરાયેલો જથ્થો

​તૈયાર પ્લાસ્ટિકના 500 ગ્રામ વજનના કુલ 2600 પેકેટ​

25 કિલોગ્રામની કુલ 388 પ્લાસ્ટિકના બેગ 

​​પોલીસે કુલ રૂ.8.56 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

SOGના દરોડા દરમિયાન ફેક્ટરી ચલાવતા મુખ્ય વ્યક્તિ સલીમમીયા કાલુમીયા મલેકની અટકાયત કરવામાં આવી છે. આરોપી દસક્રોઈ તાલુકાના બાકરોલના રહેવાસી છે. સમગ્ર મામલે આગળની કાયદેસરની કાર્યવાહી માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ(GPCB)ને રિપોર્ટ સોંપવામાં આવ્યો છે.