Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : bit.ly/AhmedabadAccidentNews

VIDEO: અમદાવાદમાં રબારી કોલોની પાસે નશામાં ધૂત નબીરાનો આતંક, પાર્ક કરેલી કારના ફુરચા ઉડાવ્યા

Timeછેલ્લું અપડેટ : 16 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા રબારી કોલોની ચાર રસ્તા પાસે મોડી રાત્રે એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. નશામાં ધૂત એક કારચાલકે પોતાની લક્ઝુરિયસ કાર પૂરઝડપે ચલાવીને રોડ સાઈડમાં પાર્ક કરેલી એક ગાડીને જોરદાર ટક્કર મારી હતી. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના ફૂટેજ જોતા અકસ્માતની ગંભીરતાનો અંદાજ લગાવી શકાય છે.

App Store

જાણો આખો મામલો 
મળતી માહિતી મુજબ, નીરજ દેવાચાર્ય નામનો યુવક પોતાની ગાડી રબારી કોલોની પાસે પાર્ક કરીને ઊભો હતો. આ દરમિયાન દીપક બઘેલા નામનો શખ્સ પોતાની કાર લઈને પૂરઝડપે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. દીપકે કાર પરથી કાબૂ ગુમાવતા તેની ગાડી સીધી નીરજની કાર સાથે અથડાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે બંને વાહનોને ભારે નુકસાન થયું હતું અને નીરજ દેવાચાર્યને શરીરે ઇજાઓ પહોંચી હતી.

પોલીસ કાર્યવાહી
ઘટનાની જાણ થતા જ આઈ ટ્રાફિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે અકસ્માત સર્જનાર દીપક બઘેલા નશાની હાલતમાં હતો. પોલીસે તાત્કાલિક દીપકની અટકાયત કરી છે અને તેની વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઇજાગ્રસ્ત નીરજ દેવાચાર્યને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ
અકસ્માતના સીસીટીવી ફૂટેજ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે પૂરઝડપે આવતી કારે ઊભેલી ગાડીના ફુરચા ઉડાડી દીધા હતા. શહેરના ટ્રાફિક નિયમો અને ડ્રિંક એન્ડ ડ્રાઈવના કિસ્સાઓ રોકવા માટે પોલીસ વધુ કડક બને તે હવે મહત્ત્વનું છે